________________
ભવિષ્યના શાસ્ત્રો સમ છે આપ્તવાણી !
તે આ આપ્તવાણીઓ ચૌદ છે, તે બધાં આગમોના સાર રૂપે છે. એટલે પછી લોકોને આગમોની જરૂર નહીં પડે.
આ આપણી આપ્તવાણીઓમાં તમામ શાસ્ત્રો આવી ગયા હશે. અને લોકોને નવા શાસ્ત્ર તરીકે, વેદાંતીઓ અને જેનીઝમ બધા માટે ભેગું શાસ્ત્ર ચાલશે. અત્યારેય ભેગું ચાલવા માંડ્યું છે.
આપણી આપ્તવાણી તો શા હારુ લખેલી છે કે આ બહારના લોકોને “આત્મા શું છે ને શું નથી અને આ પરમાત્મા શું છે ને શું નથી’નું ભાન ઉત્પન્ન થવા માટે છે. કંઈ એક ધર્મવાળા માટે નથી લખેલું. અને આ તો ચોદ આપ્તવાણીઓ તો હેલ્પીંગ થઈ પડશે. બધાય ધર્મો આમાંથી ચાલવાના છે. બધાના માટે, આખા વર્લ્ડના કલ્યાણ માટે લખેલું છે.
આ આપ્તવાણીઓ બહુ ઈફેક્ટિવ છે. વીતરાગ શાસ્ત્રોનાં બધા લૉ (કાયદા) એમાં આવે છે.
પ્રશ્નકર્તા ઃ આપે તો વેરાયેલાં, વિખરાયેલા મોતીઓને શોધી હાર બનાવ્યા જેવું સાહિત્ય આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપના અમે ખૂબ પ્રાણી છીએ.
દાદાશ્રી : આ આપણા પુસ્તકો આવ્યા પછી બધા ધર્મવાળા લોકો શું કહે છે કે હવે શાસ્ત્રો ઊંચા મૂકશો તો ચાલશે. આપણી દેશી ભાષામાં છે. આ પછી એનું બીજી ભાષાઓમાં ભાષાંતર થશે. ચૌદ આપ્તવાણી નીકળશે અને આ જ શાસ્ત્રો તરીકે ચાલુ થશે.
પ્રશ્નકર્તા ઃ ચોદ આપ્તવાણી જ થશે કે એનાથી આગળ જશે ?
દાદાશ્રી : ના, ચોદ આપ્તવાણી જ થશે અને આગળ જાય એટલો માલ તો બહુ છે, પણ ચોદમાં બધું આવી જશે.
આ આપ્તવાણી પુસ્તક તો હજારો વર્ષ સુધી ખૂબ કામ આપશે.