________________
જગતનું બુદ્ધિજન્ય જ્ઞાન અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન બાદ કરીએ ત્યાર પછી રહ્યું તે અવધિજ્ઞાન. એ પૌદ્ગલિક અવસ્થાને જોઈ શકે.
કુઅવધિવાળાને અધોગતિમાં ને અવધિવાળાને ઊર્ધ્વગતિમાં લઈ જાય એવું દેખાય.
અજ્ઞાન દશામાં સંસારમાં બધું જોવાની ઈચ્છાઓ હોય, પુદ્ગલ કે અહીં આગળ શું શું છે, એને આવું અવધિજ્ઞાન થઈ જાય. એ વધીને પરમાવધિ સુધી જઈ શકે, જો સારો કાળ હોય, વીતરાગોની હાજરી હોય તો.
અવધિજ્ઞાનવાળાને અહીં રહૈ મહાવિદેહ ક્ષેત્રનું કશું ના દેખાય, ઉપયોગ પહોંચેય નહીં.
અવધિ એટલે લિમિટ, પરમાવધિ એટલે મોટી લિમિટ ને કેવળજ્ઞાન એટલે અનલિમિટેડ, અસીમ જ્ઞાન, સર્વ ભૂમિકાનું જ્ઞાન.
અવધિજ્ઞાનમાં પાછલા અમુક ભવનું દેખાય, પણ તિર્યંચનો અવતાર આવ્યો હોય તો ત્યાંથી આગળનું ના દેખાય. જ્યારે કેવળજ્ઞાનમાં અંતરાય ના હોય, ઠેઠ સુધી દેખાય.
દેવગતિવાળાને અને નર્કગતિવાળાને અવધિજ્ઞાન હોય છે, કુદરતી રીતે જ. એનાથી દેવગતિવાળાને સુખમાં વધારો થાય ને નર્કગતિવાળાને એનાથી દુઃખમાં વધારો થાય. મનુષ્યને અવધિજ્ઞાન હોય તો ઉપાધિમય જ જીવન જીવત ને વધારે નુકસાનકારક થાત.
(૪.૨) મત પર્યવજ્ઞાન અજ્ઞાન દશામાં તો મનમાં તન્મયાકાર જ રહ્યા કરે. જ્ઞાન દશાવાળા, જે મનથી તદન જુદા રહેતા હોય તેને પોતાના મનમાં શું શું વિચાર આવે છે, એ બધું પોતાને દેખાય અને તેના ઉપરથી એને સામાના વિચારોનો પડઘો પડે. એટલે સામાના મનના પર્યાયો સમજી શકે, એ મન:પર્યવજ્ઞાન.
મનના કહ્યા પ્રમાણે ચાલે તો શી રીતે મનના પર્યાય સમજી શકે ? એ તો મનથી સાવ છૂટો રહેતો હોય, મનનો જ્ઞાતા-દ્રષ્ટા હોય, મન વશ થઈ ગયેલું હોય, ત્યાર પછી મનના પર્યાય સમજી શકે.
55