________________ 422 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) આત્મજ્ઞાત પછી છબસ્થ, કેવળી એ વિદેહી, નિર્વાણ મહાવિદેહી પ્રશ્નકર્તા H આત્માની ત્રણ અવસ્થાઓ કીધી કે એક છદ્મસ્થ અવસ્થા, બીજી વિદેહી અવસ્થા અને ત્રીજી મહાવિદેહી, આવી જે ત્રણ અવસ્થાઓ જે કીધી છે, એ જરા એનું આપ વર્ણન કરો. દાદાશ્રી : જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન ના થાય ત્યાં સુધી છદ્ભસ્થ અવસ્થા કહેવાય બધી. પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન થતાં સુધી ? દાદાશ્રી : હા, કેવળજ્ઞાન થયું એ વિદેહી અવસ્થા અને મુક્ત થયો એ મહાવિદેહી. અને મહાવિદેહ તો બીજું ક્ષેત્ર છે. આ આનો અર્થ આવા બધા કરવા નહીં, આના આવા અર્થની જરૂર જ નહીં. મહાવિદેહી એટલે શું ? મુક્ત થઈ ગયો અહીંથી. પ્રશ્નકર્તા: મુક્ત થઈ ગયો ! દાદાશ્રી: દેહથી. વિદેહ એટલે દેહ સાથે મોક્ષ, તે તીર્થકર ભગવાન બને કે કેવળી. છદ્મસ્થતે ફાઈલોના નિકાલ થયે આવે ઉકેલ પ્રશ્નકર્તા: શાસ્ત્રમાં એમ કહેવાય છે કે છર્મસ્થને, કેવળીને અને તીર્થંકર ભગવાનને જ્ઞાન તો સાત તત્ત્વનું પૂરેપૂરું છે. છતાંય છદ્મસ્થને શુદ્ધ જ્ઞાન છે, તો એમને અને કેવળી ભગવાનને શુદ્ધ જ્ઞાન છે એમાં કેટલો ફરક પડી જાય પછી ? દાદાશ્રી : ફરક પડી જાયને ! પેલાને છમસ્થ એટલે એની ક્રિયા કેવળજ્ઞાનમય થઈ નથી, એની ફાઈલો છે બધી. પ્રશ્નકર્તા : તત્ત્વનું દર્શન તો સરખું થયું ? દાદાશ્રી : તત્ત્વનું દર્શન ભલે હોય. પ્રશ્નકર્તા: જીવાદિ સાત તત્ત્વો તો સરખા જાણ્યા ?