________________ 416 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ઉપયોગ રાખે કે શુદ્ધ ઉપયોગ કેવો વર્તે છે, એ કેવળજ્ઞાન કહેવાય. પહેલો શુદ્ધ ઉપયોગ કહેવાય ને ઉપયોગ ઉપયોગમાં એ કેવળજ્ઞાન છે. પ્રશ્નકર્તા H એ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય ? દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ ઉપયોગની જે જાગૃતિ છે તેની ઉપરેય જાગૃતિ એ કેવળજ્ઞાનની જાગૃતિ છે, છેલ્લી જાગૃતિ છે. “જ્ઞાની'ની જાગૃતિ એ શુદ્ધ ઉપયોગ કહેવાય અને તેના ઉપરની જાગૃતિ એ કેવળજ્ઞાનનો ઉપયોગ કહેવાય. અમને જાગૃતિ પરની જાગૃતિ રહે, પણ જેવી તીર્થકરની રહે એટલી બધી ના રહે. પ્રશ્નકર્તા H અંતઃકરણની ક્રિયામાં જે વખતે ઉપયોગ રહે છે, શેયજ્ઞાતા સંબંધ રહે છે, તે વખતે પોતે જ્ઞાતા ને અંતઃકરણ જોય રહે, એમાંય પાછું કેવળજ્ઞાનમાં ઉપયોગ રહે ? દાદાશ્રી: આ જોય-જ્ઞાતા સંબંધના ઉપયોગને પેલો ઉપયોગ “જાણે કે કેટલો ઉપયોગ કાચો પડ્યો, કેટલો પાકો થયો. તીર્થકરોને જોય-જ્ઞાતા ઉપરેય ઉપયોગ હોય, કેવળ' બધું હોય. પ્રશ્નકર્તા એટલે કેવળજ્ઞાનમાં શેયથી છૂટું પડી ગયું કહેવાય ? દાદાશ્રી : કેવળજ્ઞાનમાં શેયથી છૂટું જ હોય. પણ શેય-જ્ઞાતાવાળા સંબંધમાં શેયની જોડ છૂટું નથી પડતું, એને સંબંધ રહ્યો છે અને સંબંધને જાણે છે કે આવો સંબંધ છે. ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહેજા સહેજ દેખાય. સર્વીશ વીતરાગતાએ, પ્રગટે સંપૂર્ણ કેવળજ્ઞાત બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાશ નહીં.