________________ 414 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પણ અજાગૃતિ રહે એ ચાલે નહીં. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે નિરંતર હોય ! સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય, સંપૂર્ણ અને નિરંતર ! આ તમને અપૂર્ણ ને નિરંતર એ જાગૃતિ શરૂ થઈ જાય. પ્રશ્નકર્તા : અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજાયું. દાદાશ્રી એટલે કેવળજ્ઞાન નહીં, પૂર્ણ હોત તો કેવળજ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે. તો હવે તમે પુરુષાર્થ કરો. જેટલી આજ્ઞા પાળો એટલી મહીં જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ થતો જાય. પ્રશ્નકર્તા: એવી રીતે જાગૃતિ હવે જેમ જેમ વર્તતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ વધતું હોય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું જાગૃતિના આધીન છે, બુદ્ધિના આધીન નથી. જગત બુદ્ધિના આધીન છે. બુદ્ધિ ને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા: જેમ આ ટેપરેકર્ડ બધા અવાજોને વીતરાગ ભાવે ગ્રહણ કરી શકે છે, એવું જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ પ્રત્યેક પર્યાયોને જોઈ શકે એવું બને ? દાદાશ્રી : બધું જોઈ શકે. જાગૃતિ જ આત્મા છે. પ્રશ્નકર્તા જાગૃતિને જોનારો આત્મા કે જાગૃતિ પોતે આત્મા છે? દાદાશ્રી : જાગૃતિ પોતે જ આત્મા છે. આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જાગૃતિ જ. તમને જાગૃતિ તો આવી છે. હવે જાગૃતિ વધતી વધતી વધતી કેવળજ્ઞાનને પામશે. કેવળજ્ઞાન એટલે ફુલ સ્કોપની જાગૃતિ. પેલી આ અમુક હદમાં પાતળી થઈ ગઈ, નિરંતર જાગૃતિ એટલે કેવળદર્શન થયું