SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ (7.4) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી 399 પ્રશ્નકર્તા: આપ કહો છો ખરા કે અમને ત્રણસોને છપ્પન ડિગ્રીનું જ્ઞાન છે, પરંતુ અમે તમને લોકોને તો ત્રણસો સાઈઠ ડિગ્રીનું આપી દીધું છે, એનો શું અર્થ? દાદાશ્રી: એનો અર્થ એટલો કે ત્રણસો સાઈઠનું મને હતું પણ પચ્યું નહીં અને ત્રણસો છપ્પન ઉપર આવીને કાંટો ઊભો રહ્યો પાછો. એટલે તમને તો પચ્યું નથી, તે ત્રણસોને સાઈઠ આપ્યું, પણ ત્રણસો વીસ ઉપર આવી ગયું, કોઈને ત્રણસો દસ ઉપર આવી ગયું, પણ ત્રણસોની ઉપર છે બધું અને હતા બસો ઉપર. સો-એકસો દસ એકદમ ઓળંગ્યા છે. વધારે નહીં પણ કંઈક ચોખ્ખો હોય તો દાદા ભગવાન પ્રાપ્ત થાય, નહીં તો દાદા ભગવાન પ્રાપ્ત ના થાય ! અવળું સમજે પરિણામિને, પાચન' કહીને સરળ પ્રશ્નકર્તા : જ્ઞાન પચ્યું નહીં એટલે શું ? દાદાશ્રી : પરિણામ ના પામ્યું. પચ્યું નહીં એટલું જ. આ ખોરાક પચે તો પરિણામ લોહી થાયને ! એટલે આ બધાને કેવળજ્ઞાન આપું છું પણ પચતું નથી. પ્રશ્નકર્તા: પચતું નથી એટલે એકદમ પરિણામ ન પામે એમ ? દાદાશ્રી : આ કાળના કર્મ એટલા બધાં છે કે એને પાચન થવાનો સંજોગ બાઝતો નથી. જ્ઞાન પચવું જોઈએને ? જ્ઞાન પચવું એટલે પરિણામ પામવું જોઈએ. પચવું તે તો આ લોકોને એમની ભાષામાં શીખવાડીએ છીએ. પરિણામ કહીએ તો ના સમજે. એટલે બધાની ભાષામાં કહીએ છીએ કે મને પચ્યું નહીં એટલે તમનેય પચશે નહીં. હવે પચવું એ શું છે ? મૂળ ભાષામાં અર્થ પારિણામિક છે. પણ પરિણામિક તે તો અવળું સમજે. પચવું કહે એટલે તરત ગેડ બેસી જાય કે હા, આપણને ખીચડી પચતી નથી, એવું આય પચ્યું નથી. પ્રશ્નકર્તા: પણ ધીમે ધીમે પચશેને એ ? દાદાશ્રી : હા, ધીમે ધીમે પચશે. એટલે એક-બે અવતાર થાય ત્યાર
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy