SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ 396 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) અંશે અંશે મોક્ષ થતો જ જવાનો, એકદમ મોક્ષ થતો નથી. કેવળજ્ઞાનેય અંશે અંશે થતું જાય છે. કેવળજ્ઞાનેય એકદમ નથી ઝબકતું. એટલે આપણે જ્ઞાન આપ્યા પછી અંશે, બે અંશે કેવળજ્ઞાનમાં અંશો ઉત્પન્ન થાય છે જ. એ અંશ કેવળજ્ઞાન કહેવાય છે. જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય તેટલા અંશે કેવળજ્ઞાન પ્રગટ થતું જાય. અમુક ભાગ આવ્યા પછી, ત્યાર પછી સર્વાશ થાય. સર્વાશે આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે સર્વાશે કેવળજ્ઞાન કહેવાય. એટલે એબ્સૉલ્યુટ થાય. એબ્સૉલ્યુટ કેવળજ્ઞાન એ પરમાત્મ પદ . પેલું આંશિક જ્ઞાન એ આંશિક કેવળજ્ઞાન કહેવાય. ત્રણસો છપ્પન ડિગ્રી કે ત્રણસો પાંચ ડિગ્રી એ આંશિક કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થાય. મને ત્રણસો છપ્પન અંશે કેવળજ્ઞાન થયેલું છે, ચાર અંશે બાકી છે. અને જેટલું દેખાય છે એટલા કેવળજ્ઞાનના અંશ મને દેખાય છે. પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન પણ આંશિક હોય ખરું? દાદાશ્રી : આંશિક એટલે ખરેખર કેવળજ્ઞાન હોતું નથી. આંશિક જ્ઞાન કહીને એને એમ બતાડવામાં આવે છે કે આ માર્ગ, કેવળજ્ઞાન તરફ જ જઈ રહ્યો છે. આ જ્ઞાન મળ્યું ને આજ્ઞા પાળો છો, ત્યારથી કેવળજ્ઞાનના અંશો ભેગા થવાની શરૂઆત થઈ જાય છે. પછી બે અંશ, ચાર અંશ એમ કરતા કરતા ત્રણસો સાઈઠ અંશ પૂરા થાય, ત્યારે કેવળજ્ઞાન થાય. ત્રણસો છપ્પન અંશ મને રહ્યું. આ તમને અંશો ભેગા થતા થતા ત્રણસો છપ્પન અંશ સુધી જશેને ? રિયલ લૂ પોઈન્ટ અને રિલેટિવ યૂ પોઈન્ટ એ ભાવમાં નિરંતર રહે તે કેવળજ્ઞાન. એ ભાવ પૂરો થયે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય. ગજબનું પદ આ ! કારણો સેવાય કેવળજ્ઞાનતા પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સહજ આત્મસ્વરૂપનું જ્ઞાન થવું, એ કેવળજ્ઞાનની ભૂમિકા જ થઈ ગઈ ને ?
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy