________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 391 દાદાશ્રી સામે દેખાય બધી, જેમ કેવળજ્ઞાનમાં બધું દેખાયને, એવું બધું દેખાય. જ્ઞાતવાક્ય ભૂ પોઈન્ટથી પર, કેવળજ્ઞાનતી અપેક્ષાએ પ્રશ્નકર્તા H દાદા, પણ આપના આ જે વાક્યો છે, એ જ્ઞાન વાક્યોમાં કોઈ વિરોધાભાસ નથી એટલે બધા નયની ઉપર જ છેને ? દાદાશ્રી : શેની ઉપર છે ? પ્રશ્નકર્તા: નય, આ બધા યૂ પોઈન્ટથી જુએ છે અને આપનું આ ભૂ પોઈન્ટથી ઉપરનું છે. દાદાશ્રી : આ તો કેવળજ્ઞાન છે. ભૂ પોઈન્ટ તો કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી અને કેવળજ્ઞાન થયું એટલે ભૂ પોઈન્ટ જ રહ્યો નહીંને ! ત્રણસો સાઈઠ ડિગ્રી ! હું પોતે ત્રણસો છપ્પનમાં છું પણ આ જ્ઞાન ત્રણસો સાઈઠ છે. ત કહેવાય કેવળી આજે, જોખમદારી વીતરાગ માર્ગે પ્રશ્નકર્તા: કેવળી, કેવળજ્ઞાની-તીર્થકર ભગવાને જે કંઈ કહ્યું અને આપ જે કહો છો એમાં કંઈ ફરક છે ? દાદાશ્રી: હા, એક ફેટ ઓછું અમારું. પેલું સો ફેટનું હોય દૂધ, તો આ નવ્વાણું ફેટનું છે. બીજો ફેર નથી લાંબો. વીતરાગતા બન્નેમાં છે પણ ફેટ ઓછું છે એક. કેવળજ્ઞાની કહેતા હોય ત્યારે તમે પણ મોક્ષે ચાલ્યા જાવ. અત્યારે હું કહું તો મોક્ષે ના જવાય. એક અવતાર તો કરવો પડે, એક અવતાર બાકી રહ્યો. અને આ અમારાથી આ ભવે ના થાય, એટલે અમારું ફેટ એટલું ઓછું ને ! પ્રશ્નકર્તા : પણ અત્યારે કેવળી છેય નહીં ને ? દાદાશ્રી : કેવળી હોઈ શકે નહીં. પુસ્તકમાં અમારી જાતને કેવળી લખેલું છે પણ કારણ કેવળી. એટલે કાર્ય કેવળી નથી આ. કારણો સેવી રહ્યા છે, જ્યારે-ત્યારે થશે એ કેવળી.