________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 377 એટલે સર્વજ્ઞ કહેવાય નહીં. સર્વજ્ઞ તો દાદા ભગવાન મહીં પ્રગટ થયા છે, તે સર્વજ્ઞ છે. એટલે મહીં જે છે તેને સર્વજ્ઞ કહે છે, મને નથી કહેતા. હું અંબાલાલ, એ.એમ.પટેલ છું, “આ' (દાદા ભગવાન) સર્વજ્ઞ છે. હું સર્વજ્ઞને નમસ્કાર કરું છું, સર્વજ્ઞની ભક્તિ કરું છું. અમુક ટાઈમમાં મારે સર્વજ્ઞ દશામાં રહેવાય છે ખરું અને અમુક ટાઈમ છે તે ફોરેનમાં આવવું પડે છે. એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં અમુક ટાઈમ રહેવાય છે પણ આ હું સર્વજ્ઞ કહેવાઉ નહીં. આ તો આપણે સર્વશની ભજના ના કરીએ તો આપણે સર્વજ્ઞ થઈ ના શકીએ. એટલે આ જ્ઞાની પુરુષ તો હું ખરો, પણ સર્વજ્ઞ તો નહીં જ. એટલે આપણે આ બધું જુદું પાડીએ છીએ, જુદું કહીએ એ દેખાડે નહીં. મહીંવાળા મારી ભૂલ દેખાડે. એ ત્રણસો સાંઈઠવાળા એ કાર્ય સર્વજ્ઞ છે. એટલે મહીંવાળા કાર્ય સર્વજ્ઞ છે પણ અત્યારે અમે કારણે સર્વજ્ઞ છીએ. એટલે આવતે ફેરે અમારું રૂપ મહીંવાળાનું આવશે અને તમારું કારણમાં આવશે. કોઈ પણ વિદ્યાર્થી હોય, તે વકીલનો અભ્યાસ કરતો હોય, એને કારણ વકીલ કહેવાય અને વકીલ થઈ ગયા પછી કાર્ય વકીલ કહેવાય. અત્યારે કાર્ય વકીલ ના થઈ શકે પણ કારણ વકીલ થઈ શકે, એ જ કહેવા માગીએ છીએ આપણે. કારણમાં કાર્યતા આરોપતા આધારે સર્વજ્ઞ હું સર્વજ્ઞના કારણોને સેવી રહ્યો છું. હજુ કાર્ય થયું નથી. સર્વજ્ઞ દશામાં આવ્યો નથી પણ કારણ સર્વજ્ઞ કહેવાય. મૂળ સર્વજ્ઞ ના કહેવાય. એ કારણ કરવા માંડ્યું છે, તે કારણ કર્યું એ હિસાબે. કારણમાં કાર્યનો આરોપ કરેલો છે. કારણમાં કાર્યનો આરોપ એટલે આ અહીંથી છે તે કોઈ કહે, દાદા ભગવાન તો વડોદરે ગયા. હવે તમે નીચે મળ્યા તો કહો કે મને ભેગા થયા હમણે “દાદા ભગવાન'. ત્યારે