________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 375 દાદાશ્રી : આત્મા જાણ્યો કે છેલ્લામાં છેલ્લી વાત. આત્મા જાણ્યા પછી તો રહ્યું શું? ત્યારે કહે, લાયક સમકિતની ઉપર કેવળજ્ઞાનની નજીક ગયો. આત્મા જાણ્યાનો અર્થ શું થાય કે ચેતન જાણ્યું. એમાં એક અંશ જાણે તોય બહુ થઈ ગયું ! ચેતન જાણ્યું એટલે (કારણ) સર્વજ્ઞ થયો ! ભગવાન જ થઈ ગયો ! આત્મા જાણવો ને સર્વજ્ઞપદ, બે નજીક નજીકમાં છે. પ્રશ્નકર્તા: એટલે આત્માને સર્વજ્ઞ કીધો ? દાદાશ્રી : સર્વજ્ઞ જ કહેવાય એને. પણ એ તો આત્મા અને કેવળજ્ઞાન એમ બે ભાગ પાડવા હોય ત્યારે વાતચીત કરવી પડે. નહીં તો આત્મા તો આત્મજ્ઞાન થાય ત્યાંથી જ (કારણ) સર્વજ્ઞ કહેવાય, ખરું સર્વજ્ઞ કેવળજ્ઞાન. આત્માનો જ્ઞાતા “આત્મજ્ઞાની” કહેવાય, સર્વ તત્ત્વનો જ્ઞાતા સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞ મોક્ષમાર્ગના નેતા છે. અત્યારે સંપૂર્ણ સર્વજ્ઞ થઈ શકે નહીં. કારણ સર્વજ્ઞ થઈ શકે, કાર્ય સર્વજ્ઞ ના થાય. પ્રશ્નકર્તા H કારણ સર્વજ્ઞ ને કાર્ય સર્વને જરા વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : કાર્ય સ્વરૂપ સર્વજ્ઞ એટલે પૂર્ણાહુતિ થઈ. પછી કોઈ જાતનું કારણ જ ઉત્પન્ન ના થાય અને કારણ સ્વરૂપ સર્વજ્ઞ એ આજે કાર્ય સર્વજ્ઞ કહેવાય નહીં, કારણ સર્વજ્ઞ કહેવાય. કારણ કે જ્યારે વિભૂતિ પ્રકાશમાં સર્વજ્ઞ થશે ત્યારે કાર્ય સ્વરૂપ થશે. આ જગતનો એન્ડ શું? ત્યારે કહે, સર્વજ્ઞ. આ જ્ઞાન પ્રકાશ વધતો વધતો પૂર્ણ પ્રકાશ થાય એટલે સર્વજ્ઞ કહેવાય. કારણો સેવાતા સર્વજ્ઞ પદતા, થયા કારણ સર્વજ્ઞ પ્રશ્નકર્તા: અંદર આત્મા શુદ્ધ છે એ કારણ સર્વજ્ઞ કહેવાય ? દાદાશ્રી : ના, અંદર આત્મા શુદ્ધ તો આત્મજ્ઞાનીનોય (અજ્ઞાનીનોય)