________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 371 ઈચ્છા પૂરી થઈ જાય એટલે મળી જાય. મારા જેવું સુખ લોક પામો, જગત. અને આ લોકોના સમસ્ત દુઃખો જાવ, એ જે ભાવના છે ને, થોડીક એક પૂરી થઈ જાય. એટલે એય ઈચ્છા પૂરી થઈ ગઈ કે મારું કામ પૂરું થઈ ગયું. આ ઈચ્છાને લઈને આવરણ છે. ઈચ્છા એ જ આવરણ. આમ અમે ચાર્જમાં નિરીછુક છીએ અને આમ વિચાર્જમાં ઈચ્છા છે. પ્રશ્નકર્તા: ચાર ડિગ્રી જ્યારે આગળ વધવાનું હશે ત્યારે કેવી રીતે થશે ? એની મેળે, પોતાની મેળે થઈ જાય ? દાદાશ્રી : એ એની મેળે જ થવાનું. સ્વભાવથી હા, એની મેળે જ ઉદય આવવાનો. પ્રશ્નકર્તા : પણ એ ચાર પૂરા કરવા પડશેને ? દાદાશ્રી : મારે પૂરા કરીને શી ઉતાવળ છે ? પ્રશ્નકર્તા: હા, દાદા, એ જ સાચું છે. તમારે પૂરા કરવાની ઉતાવળ નહીં, એની મેળે જ પૂરા થઈ જવાના. ખબરેય નહીં પડે. દાદાશ્રી : એની મેળે જ પૂરા થઈ જવાના. આ બધું એની મેળે જ ઊભું થયેલું છે. કંઈ મેં આ કશું કર્યું નથી. હું કંઈ પાણી ભરવા જઉ કૂવે અને પાણી પા પા કરું ? અને બેડાં કાઢી લે ને પાવ પાણી ! અરે મૂઆ, એ તો કંઈ રીત છે ? અંતરાયો સહજ તૂટતા, પ્રગટશે કેવળજ્ઞાત છેલ્વે સ્ટેશન કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. કોઈ એ છેલ્લા દરવાજામાં પ્રવેશી શકે નહીં. અમે એ દરવાજો જોયો અને તે મહીં કોણ પેસવા નથી દેતું તેય જોયું. પ્રશ્નકર્તા : એ કોણ પેસવા દેતું નથી ? દાદાશ્રી પબ્લિકને માટે મોટા મોટા બે સિંહ છે, દાદાને માટે બે