________________ 368 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ના રહી શકે પૂર્ણ કેવળજ્ઞાત સ્વરૂપમાં, આ કાળના હિસાબે પ્રશ્નકર્તા ચાર ડિગ્રી તમારી ખૂટવાનું કારણ શું? દાદાશ્રી : આ કાળને લીધે પૂરું ના થયું. નહીં તો કેવળજ્ઞાન અમારા હાથમાં જ હતું. પણ આ કાળને લઈને પચ્યું નહીં. જ્ઞાની પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવાના જ આશયમાં હોય. પણ આ કાળને લઈને, કાળને હિસાબે કેવળજ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકાય. પણ એમનો આશય કેવો હોય કે નિરંતર કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવું. કારણ કે “કેવળજ્ઞાન સ્વરૂપને એ પોતે જાણતા હોય. કેવળજ્ઞાન સ્વરૂપ જણાય છે, બીજું જગત જણાતું નથી. આ કાળની એટલી બધી જોશબંધ ઈફેક્ટ છે કે કેવળજ્ઞાન સ્વરૂપમાં રહી શકાય નહીં. જેમ બે ઈચના પાઈપમાંથી પાણી ફોર્મબંધ આવતું હોય, તો આંગળી રાખે તો ખસી જાય અને અડધા ઈચની પાઈપમાંથી પાણી આવતું હોય તો આંગળી ના ખસી જાય. એવું આ કાળનું જોશ એટલું બધું છે ! એટલે જ્ઞાની પુરુષનેય સમતુલામાં રહેવા ના દે ! વર્તે ચૌદસે, પણ દીસે પ્રકાશ પૂતમતો પ્રશ્નકર્તા : એટલે દાદા, ચૌદસ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, એમ ? દાદાશ્રી : ઘણો તફાવત. ચૌદસ તો આપણને એવું લાગે એ રીતનું, પણ ઘણો તફાવત. અમારા હાથમાં તો કશું છે જ શું? એમના હાથમાં જ બધું ! પણ અમને સંતોષ રહે, પૂનમ જેટલો. અમારી શક્તિ પોતાના માટે એટલું કામ કરતી હોય કે પૂનમ અમને થયેલી હોય એવું લાગે. પ્રશ્નકર્તા : દાદા, આખો મોક્ષ અટકી પડ્યો, ચાર માર્કમાં ? દાદાશ્રી : ચાર ખૂટે છે એટલે નાપાસ થયેલા છે, ચાલે નહીં? ના, એવું ચાલે નહીં. વૈજ્ઞાનિક રીતે ના ચાલે પછી, એ ગામઠી રીતે ચાલે. એ તો કેવળજ્ઞાનમાં ખૂટે છે. એ ખૂટવાથી બધી બહુ ખોટ આવે