________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 359 આત્મજ્ઞાતી જ કેવળજ્ઞાને, પામે સર્વજ્ઞ પદ પ્રશ્નકર્તા : જ્ઞાની અને મુક્ત પુરુષમાં ફેર ખરો ? દાદાશ્રી : કોઈ જાતનો ફેર નહીં. જ્ઞાની એટલે જ્ઞાની. કોઈ મુક્તની ડિગ્રી વધારે હોય, કોઈ મુક્તની ડિગ્રી ઓછી હોય અને કોઈ અંશે જ્ઞાની હોય, કો'ક સર્વીશે જ્ઞાની હોય. તીર્થકર ભગવાન સર્વજ્ઞ કહેવાતા'તા. પ્રશ્નકર્તા: આત્મજ્ઞાની સર્વજ્ઞ થઈ શકે ? દાદાશ્રી : થઈ શકે, પણ અત્યારે કહેવાય નહીં એ. “સર્વજ્ઞ છો’ એવું ના કહેવાય. સર્વજ્ઞ થયો એટલે કેવળજ્ઞાની કહેવાય. આત્મજ્ઞાની એ આત્મજ્ઞાની જ કહેવાય અને કેવળજ્ઞાની હોય તે સર્વજ્ઞ કહેવાય. પ્રશ્નકર્તા: એ દરજ્જો આવે ખરો? દાદાશ્રી : હા, દરજ્જો આવે. થોડાક વખતમાં, એકાદ-બે અવતારમાં કેવળજ્ઞાનીનો દરજ્જો આવી જ જાય. પ્રશ્નકર્તા: આ સર્વજ્ઞની દશા સહજ રીતે ના આવી જાય ? દાદાશ્રી સહજ રીતે જ આવે. પહેલું આત્મજ્ઞાનનું સ્ટેશન આવ્યા પછી છેલ્લા સ્ટેશન પછી છે તે સહજ જ હોય છે. બધું સહજ રીતે પ્રાપ્ત થાય. જ્ઞાતી તણો ભેદ, ક્રમિકે અને અક્રમે પ્રશ્નકર્તા: ક્રમિક માર્ગમાં જે જ્ઞાની કહે છે અને આપ ભેદવિજ્ઞાની એમાં શું ફેર ? દાદાશ્રી : જ્ઞાની એ બુદ્ધિવાળા હોય અને “ભેદવિજ્ઞાનીને બુદ્ધિ ના હોય, (કારણ) સર્વજ્ઞ થયેલા હોય. આ તો અમને આત્માનો અનુભવ થયેલો, એટલે આ જગતમાં કોઈ ચીજ જાણવાની બાકી ના હોય. જેમ છે તેમ જાણીએ. અમે વીતરાગ ધર્મના આધારે ભેદજ્ઞાની કહેવાઈએ પણ આમ છે તે કારણે સર્વજ્ઞ કહેવાઈએ.