SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ 350 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) જ્ઞાન-દર્શનમાં રહેવું, એનું નામ કેવળજ્ઞાન. આ છ તત્ત્વના દ્રવ્ય-ગુણપર્યાયને જાણવા એનું નામ કેવળજ્ઞાન. વર્તમાનમાં રહી આત્મજ્ઞાતીના પર્યાય જાણે કેવળજ્ઞાન થઈને વર્તમાનકાળને તો વર્તમાનકાળમાં જ રાખે. એ જાણે ફક્ત, આ પર્યાય હતો, આ ફલાણો થયો, શ્રેણિક રાજા આવા થશે, ફલાણા થશે. એના પછી આ પર્યાય થશે, પછી આ થશે. જેટલા પૂછે એટલા જવાબ આપે. આ કોઈ માણસ જો ભેગો થયો હોય ને તે જ્ઞાન લીધેલો હોય તો એનો અહંકાર કેવો છે એમ જોઈ લે. એના પર્યાય પરથી સમજી જાય કે આટલા અવતાર હજુ કરશે આ માણસ. જેમ પેલા ઘડાના પર્યાય જુએ તેવી રીતે આ જીવના પર્યાય જુએ. એ દ્રવ્ય ઉપરથી સમજે કે આ દ્રવ્ય આટલે સુધી આવેલું છે. આ દ્રવ્ય આમ, આ બાજુ જ જશે. આ દ્રવ્ય આ બાજુ જશે, આ દ્રવ્ય તીર્થકર થશે, એવું બધું દ્રવ્ય ઉપરથી સમજે. દ્રવ્યના પર્યાય ઉપરથી એની શું અવસ્થા છે ને એના ઉપરથી સમજી જાય. પ્રશ્નકર્તા: જે સિદ્ધ ભગવંતો સિદ્ધમાં છે, સિદ્ધોનું જે જ્ઞાન-દર્શન છે એ તો આવુંય ના જુએને કે આનો આ ભવ થશે ? દાદાશ્રી : એવું બહુ ઊંડું જોવાના જ નહીંને ! જે દેખાય એ જોવાના. એ બીજું ઊંડું જોવાના જ નહીં. ઊંડું તો વિચાર કરવો પડે. પ્રશ્નકર્તા: હા, એટલે આ જે કેવળજ્ઞાનીઓ કે તીર્થકરો જે જોઈને કહે, આનો આ ફલાણો ભઈ આનો આ ભવ થશે ને આમાં જશે, તો એટલે એમને ઊંડું ઊતરવું પડેને, દાદા ? દાદાશ્રી : જ્ઞાનમાં પર્યાયો દેખાય તે જ પર્યાયો કહી આપે. તે દેખાતા નહીં, જાણેલા. દેખાય તો કશું જ નહીં. લોકો સમજે છે કે દેખે છે એ બધું.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy