________________ 348 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) કેવળજ્ઞાની કહી શકે, સમકીતીના પર્યાયોને પ્રશ્નકર્તા તીર્થકરો ભાખે છે કે અમુક વ્યક્તિ આટલા ભવો પછી આ જન્મમાં આવો થશે તો એ કયા આધારે ભાખે છે ? દાદાશ્રી : સમકિતનો સિક્કો વાગ્યા પછીની વાત છે. સમકિતનો સિક્કો ના વાગે ત્યાં સુધી કશું વળે નહીં. સમકિતનો સિક્કો વાગ્યો હોય તેનું ડિસાઈડડ (નક્કી) થઈ જાય પછી. તીર્થકરો એ કેવળજ્ઞાનના આધારે કહે છે અને તે કેવળજ્ઞાની એકલા જ કહી શકે, બીજા કોઈ કહી શકે નહીં. અને તેય સમ્યક્ દર્શન ઉપરના જ લોકનું જાણી શકે, બીજાનું ના જાણી શકે. બીજું તો અંધારું ૪જ છેને, અહંકારનું અંધારું છે. પ્રકાશને જ જોઈ શકે, અંધારાને જોવાનું રહ્યું જ નહીંને ! કારણ કે એમને અજ્ઞાનનું જ્ઞાન નથી હોતું, જ્ઞાનનું જ્ઞાન હોય છે. પ્રકાશને જ એ જ્ઞાન કહે છે, અંધારાને જ્ઞાન કહેતા નથી. અંધારાને એ અંધારું જ કહે છે. અજવાળાને અંધારું દેખાય કેવી રીતે ? અજવાળાની હદમાં અંધારું તો ઊભું ના રહે. એ ભાખવાનું પ્રકાશની હદમાં ઊભું રહે. વસ્તુએ વસ્તુની ગમ હોય, બધું જ જાણે. અને આ ઘડાનું કહી શકે, જે અકર્તા છે તેનું. બીજું દેવલોકનું કહી શકે, જાનવરનું કહી શકે, પછી પાછું માણસ થાય તો પાછો હતો તેનો તે. કર્તાપણું છૂટે નહીંને ! અહંકારી, તે ઘડીમાં શું કરે એ કશું કહેવાય નહીં, એ તો ગાંડું જીવતું ચેતન (વિભાવિક ચેતન) ! પ્રશ્નકર્તા અહંકાર સહિત હોય તો ના જોઈ શકે ? દાદાશ્રી : ના, બિલકુલ દેખાય નહીં. અહંકાર જ વચ્ચે આંધળો છે. એટલે પોતે શેયને જ્ઞાતા માને છે. હું જ જ્ઞાતા છું, હું જ જાણકાર છું. ત્યારે એમાં તીર્થકરો જાણી ના શકે, કહે છે. તમે એને જોય જાણો છો, ને તમે જ્ઞાતા છો તો તીર્થકરો તમારા બધા પર્યાય કહી બતાવે. એટલે સમ્યકત્વ થયા પછીના બધા પર્યાયો તીર્થકરો કહી બતાવે, બીજા બધા ના કહી શકે.