________________ 344 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રકારનો. કોઈ તીર્થકરો બહુ આકર્ષક લાગે, કોઈ તીર્થકરો. અરે ! કોઈ વાણી બોલે તો આમ સજ્જડ કરી નાખે તેવી રીતે બોલે. પણ બધું એક જ પ્રકારનું. દેશના - તીર્થકરને સંપૂર્ણ, જ્ઞાતીને અપૂર્ણ પ્રશ્નકર્તા તીર્થકરને દેશના હોય ને ? દાદાશ્રી : તીર્થંકરને દેશના ખરી. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાને જ હોય અને તીર્થકરોને દેશના હોય. અમારી આ દેશના જ ગણાય છે. અમારો ઉપદેશ ના કહેવાય. દેશના એટલે સહજ નીકળ નીકળ કર્યા કરે, સહેજે, ગોઠવણી-બોઠવણી નહીં. તે આ સહેજે નીકળ્યા કરે પણ આ આમાં “હું ‘તમે મને ખ્યાલ સાથે રહે છે. પેલામાં ખ્યાલ ના હોય, વીતરાગતા રહે. હા, એટલે આ કચાશ ક્યાં આગળ છે તે અમારું આ ઓપન કર્યું. પ્રશ્નકર્તા: કેવળજ્ઞાની સ્વ-ઉપયોગમાં જ વર્તે, છતાં તેઓ દેશના આપતા હોય છે તો એને “પર-ઉપયોગ” ના કહેવાય ? દાદાશ્રી: ના. એ તો સ્વભાવિક નીકળ્યા કરે. ટેપરેકર્ડ નીકળ્યા કરે, પોતે કર્તા નથી. પોતે સ્વ-ઉપયોગમાં જ હોય. એટલે પર-ઉપયોગ કરવો જ ના પડે એમને. એટલે વાણી એની મેળે સહજ નીકળ્યા કરે. સર્વ દીઠું જ્ઞાતમાં, તે કહી શક્યા નહીં પ્રશ્નકર્તા: તીર્થકર કેવળજ્ઞાન પછી બોલે તે બધી જ ટેપરેકર્ડ ? દાદાશ્રી : ટેપરેકર્ડ, ટેપરેકર્ડ ! પ્રશ્નકર્તા : એ બધી જ ટેપરેકર્ડ પણ એમને વર્તમાનમાં જે અનુભવમાં આવ્યું, એ તો પ્રકાશમાં આવે જ નહીંને ? એમના વર્તનમાં કે વાણીમાં ના આવે ? દાદાશ્રી : ના, જે કેવળજ્ઞાનનું છેને, તે ના આવે. કેવળજ્ઞાનના ઓછા અંશનું છે એ બધું આવે.