________________
ચાર્જ આવતા ભવનું થાય છે. દરઅસલ ચેતન જાણવાનું છે તો કલ્યાણ થાય.
શરીર, મન, બુદ્ધિ, વાણી બધા સજીવ દેખાય પણ તે પ્રકૃતિ છે અને પ્રકૃતિની સજીવતા એટલે દોરી વીંટીને ભમરડો નાખ્યો પછી ફરે, તેના જેવી સજીવતા છે. એ ચેતન જેવું દેખાય પણ છે નિશ્ચેતન ચેતન.
એવી રીતે આ બધા મનુષ્યો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. એમાં ‘” માન્યતાથી નવું ચાર્જ થાય છે, એનું ભાન નથી. પહેલા ચાર્જ થયેલું એ ડિસ્ચાર્જરૂપે હલનચલન કરે. એ પરાઈ શક્તિથી ચાલે છે, એને જ નિચેતન ચેતન કહ્યું.
આત્માની હાજરીથી અજ્ઞાનતાથી અહંકાર ઊભો થાય છે. એ અહંકાર ૐ જે પ્રકાશ ઊભો થાય એ ઈન્ડિરેક્ટ પ્રકાશ. એનાથી આ વ્યવહાર ગતિમાન થાય છે, આત્માથી ગતિમાન નથી.
લોકો એવું જ માને છે કે ચેતન પ્રેરણાથી પુદ્ગલ પ્રવર્તમાન છે, પણ ના, પુદ્ગલની પ્રવર્તના બધી નિશ્ચેતન ચેતન છે.
પ્રકૃતિ એ તદન જડ નથી, એ નિચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન છે. કંઈ પણ પોતે ચાર્જ કર્યું હોય, પછી ડિસ્ચાર્જ એની મેળે જ થાય કે એમાં કંઈ કરવું પડે ? એ ડિસ્ચાર્જ બધું ઈફેક્ટિવ છે, એ નિશ્ચેતન ચેતન છે.
એક શુદ્ધ ચેતન એ મૂળ આત્મા છે અને બીજું ઈફેક્ટિવ ચેતન. એમાં બે ભાગ છે, “હું કરું છું” (મિશ્ર ચેતન) એનાથી બંધન થાય છે અને હું ભોગવું છું” પણ કર્તા થતો નથી એ નિશ્ચેતન ચેતન, તો બંધન થતું નથી. જ્ઞાન લીધા પછી ઈફેક્ટિવ ચેતન ખરું, તે ફળ આપીને જાય છે. નવું બીજ ના નંખાય.
જ્યાં સુધી પોતાને “શુદ્ધ ચેતન છું,’ એવું ભાન નથી થયું ત્યાં સુધી પોતે નિચેતન ચેતનમાં જ વર્તે છે. એ સાધુ, સંન્યાસી, મનુષ્ય તિર્યંચ, નારકીના જીવો, દેવો બધા જ. (સમકિત અને જ્ઞાની સિવાય.) જ્યાં કિંચિત્માત્ર ચંચળતા નથી, એ ચેતન છે અને ચંચળતાવાળો
42