________________ 334 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા H હા, પણ આગળના ભવથી લઈને આવ્યા હોય. દાદાશ્રી : હા, એટલે એમને સ્વયંભુદ્ધ કહે. પણ તેનો અર્થ શું? ગયા અવતારમાં ગુરુઓ ખરા જ. ગુરુ વગર જ્ઞાન શી રીતે લાવ્યો? કોઈ પકડી બેસે કે ના, આમ જ જ્ઞાન થાય. તે શાસ્ત્રકારો ના પાડે છે, કે પછી સ્વયંબુદ્ધયે થાય છે, ત્યાગી વેષેય થાય છે, સંસારી વેષેય થાય છે, સ્ત્રીને થાય છે, પુરુષને થાય છે, નપુંસકને થાય છે, બધું કહ્યું. એટલે કોઈ એમ પકડી ના બેસે કે આ જ વેષે થાય છે, સાધુ વેષે. દુરાગ્રહનો આ માર્ગ જ નહોય, આ અનાગ્રહનો માર્ગ. શ્રવણે શ્રુતજ્ઞાત જ્ઞાતી થકી, તે શ્રાવક પ્રશ્નકર્તા: આપની પાસેથી શ્રાવક એટલે શું એ સમજવું છે. દાદાશ્રી : ભગવાને કહેલું શ્રુતજ્ઞાન જે જ્ઞાની પાસેથી શ્રવણ કરે, તો એ શ્રાવક કહેવાય. અમે જ્ઞાની પુરુષ કહેવાઈએ. અમારી પાસે સાંભળો એટલે તમે શ્રાવક થઈ જાવ. એક કલાક સાંભળોને તો શ્રાવક થઈ જાવ. પ્રશ્નકર્તા આપણે ત્યાં ભગવાને પાંચ જ્ઞાન કીધા છે; મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન, એમાં આપનું જ્ઞાન કર્યું જ્ઞાન કહેવાય? દાદાશ્રી : મારું આ શ્રુતકેવળી ચાર ડિગ્રી ઓછું કહેવાય. આ શ્રુતજ્ઞાન અમારી પાસે છે અને અમને ચાર ડિગ્રી ઓછાવાળા શ્રુતકેવળી કહે તો ચાલી શકે, ત્રણસો ને છપ્પન છે અમારી ડિગ્રી. કેવળજ્ઞાન અટક્યું એટલે. શ્રુતકેવળીમાં તો કેટલાય અવતારથી (ઓછી ડિગ્રીએ) પાસ થયેલા છીએ. પણ કેવળજ્ઞાનમાં નાપાસ થયા એટલે આમાં ને આમાં પાછાં, એના એ સ્ટાન્ડર્ડમાં રહ્યા. પ્રશ્નકર્તા : પ્રમાણ પ્રમાણ પ્રમાણ !!! દાદાશ્રી : ભૂતકાળના ને ભવિષ્યકાળના જ્ઞાની નથી અમે. અમે તો આત્માના જ્ઞાની છીએ.