________________ 316 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : એ ના સમજાય. કેવળજ્ઞાન શબ્દરૂપ નથી એ. એ તો શબ્દ મૂકવામાં આવ્યો છે. મતિજ્ઞાન સમજાવી શકાય. એ પૌદ્ગલિક જ્ઞાન છે, તે સમજી શકાય. મતિજ્ઞાન પૂછવા જેવી વસ્તુ છે, જે પૂછી શકાય. બુદ્ધિથી સમજી શકાય એવું. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન પૂછાય પણ કેવળજ્ઞાન પૂછનાર માણસ હોઈ શકે નહીં. કોઈ જગ્યાએ બની શકે ? પોસિબલ (શક્ય) જ નહીંને ! આ સંસારની વસ્તુયે ના હોય. પૌલિક જ્ઞાન જ છે ને, તે સમજાવી શકાય. આ જે પૌગલિક નથી, જે ડિરેક્ટ જ્ઞાન છે, એને શી રીતે સમજાવી શકાય ? આ વાતો, શબ્દો તો હોય નહીં. આ શબ્દોથી ના સમજાય. શબ્દોથી કેવળજ્ઞાન કોણ, કેવી રીતે સમજી શકે ? એ દેખાડવાની વસ્તુ નથી એવી, કેવળજ્ઞાન અનુભવની વસ્તુ છે. આ જે આ લોકો કહે છે એનું નામ કેવળજ્ઞાન જ નથી. આ તો કેવળજ્ઞાન સમજાવવાનું ને શાસ્ત્રમાં જે લખેલું કે પર્યાય બધા જાણે, એવું જાણવું છે કે બીજું ? પ્રશ્નકર્તા: પણ તમે સમજાવોને શાસ્ત્રમાં લખ્યું છે.. દાદાશ્રી : એ નથી, એટલાથી કેવળજ્ઞાન પૂરું થતું નથી, બહુ મોટી વસ્તુ છે. કેવળજ્ઞાન શબ્દની બહાર છે, શબ્દમાં વેન્ટી ફાઈવ પરસેન્ટ (પચ્ચીસ ટકા) ઉતરે છે. સેવન્ટી ફાઈવ પરસેન્ટ (પંચોતેર ટકા) શબ્દ વગરનું આ જ્ઞાન છે. પોતે જાતે જેમ આગળ જશે તેમ પોતાને ખબર પડે. નિરહંકારી - ડિરેક્ટ જ્ઞાન પ્રકાશ, પહોંચે કેવળજ્ઞાને છતાં સમજવું હોય તો નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન. જે જ્ઞાન જાણવામાં નિરહંકારીપણું હોય તે જ્ઞાન કહેવાય. ડિરેક્ટ જ્ઞાન ભલે થોડું હોય તોય પણ નિરહંકારી હોય. પછી જેમ વધતું જાય, તેની વાત જુદી છે. પછી કેવળજ્ઞાન થાય. પણ જેને ડિરેક્ટ જ્ઞાન થયું છે, તેને કેવળજ્ઞાન શું હશે, કેવળજ્ઞાનમાં શું દશા થાય, કેવું દેખાય, એ બધું દેખે, બધું ખબર પડી જાય.