________________ (7.1) કેવળજ્ઞાનની સમજ 311 આત્મજ્ઞાનની કરે છે ને, ત્યાં આત્મજ્ઞાન હોઈ શકે નહીં. એ આત્મજ્ઞાનનો પડછાયો જોયો નથી જગતે. આત્માનુભવ પછી, અંતે થાય કેવળજ્ઞાત આત્મા એ તો “જ્ઞાનસ્વરૂપી” છે, કેવળજ્ઞાન સ્વરૂપી” છે. પ્રશ્નકર્તા આત્માનું સ્વરૂપ એ જ્ઞાન છે, તો જ્ઞાનનું સ્વરૂપ કયું? દાદાશ્રી : જ્ઞાનનું સ્વરૂપ તમે જાતે જ્યારે એ જોશોને, ત્યારે અનુભવ થશે. ત્યાં હું દેખાડું એ નહીં કામ લાગે. એ બુદ્ધિનો ખેલ નથી, આ અનુભવનો ખેલ છે. પ્રશ્નકર્તા એ કેવો હોય અનુભવ ? દાદાશ્રી : આત્માનુભવ તો, આપણને આ દેહાધ્યાસનો અનુભવ છૂટે ને આ આત્માનો અનુભવ ચોંટે, પછી આત્મ અનુભવ કહેવાય. એમાં દેહાધ્યાસ ના હોય. પ્રશ્નકર્તા: આત્મ અનુભવ પછી ક્યારે સમજાય કેવળજ્ઞાન ? દાદાશ્રી : આત્માનો અનુભવ થયા પછી કેવળજ્ઞાન સ્વરૂપ સમજવું બોરીવલીના રસ્તા ઉપર તમે ગયેલા હોય અને કોઈ કહે કે આજ રસ્તે તમે સીધા બોરીવલી જશો તો ત્યાં બોરીવલી તમને દેખાય ખરું? ના. એ તો તમે પહોંચી ત્યારે તમને દેખાય. તમે કેવળજ્ઞાનના રસ્તા પર છો, પણ કેવળજ્ઞાન તમને દેખાય નહીં. એ તો જ્ઞાનીને જ દેખાય. એ એના નજીકમાં છે. એ કેવળજ્ઞાન સ્વરૂપની નજીકમાં આવેલા છે, જે પોતાનો ત્રિકાળી સ્વભાવ છે. 'પણું કેવળ આત્મામાં જ એ કેવળજ્ઞાત પ્રશ્નકર્તા કેવળજ્ઞાનનો અર્થ શું થાય ? દાદાશ્રી : કેવળજ્ઞાન એ વસ્તુ તમે શું સમજવા માંગો છો કે