________________ 304 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) તો તમારી ગયેલો છે પણ ડિસ્ચાર્જ અહંકાર રહેલો છે. પેલું ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા H એટલે દાદા, આંખની જે આ પાંપણો ફરકે છે તે પ્રમાણે ? દાદાશ્રી: હા, પછી એવું થયા કરે. જેમ પાંપણમાં અહંકારની જરૂર નથી હોતી. એ સહજ હોય છે એવું. એટલે ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થઈ જાય તે ઘડીએ. ધીમે ધીમે ખલાસ થતો જાય. જેમ જેમ જ્ઞાન થતું જાય એમ ધીમે ધીમે એ ખલાસ થતો જાય. હવે ત્યાં શું બાકી રહ્યું પછી ? હવે બે-ત્રણ અવતારના કર્મ બાકી રહ્યા. એટલે આપણે ટૂંકામાં સારું. આ ઉતાવળ કરવા જેવી વસ્તુ નથી કેવળદર્શન ઘણું છે, દર્શન જ નથી જગતને જ્યાં આગળ ! જગતને દર્શન જ નથી, અદર્શન છે અને તમને અદર્શનની આંટીઓ તૂટી. એટલે એ અદર્શનની સમાપ્તિ એટલે કેવળદર્શન, પૂર્ણ દર્શન, લાયક દર્શન. હવે અજ્ઞાનની આંટીઓ તૂટી જશે ત્યારે તમે સંપૂર્ણ થશો. કર્તા નથી' એ નિરંતર ખ્યાલ, એ એકાવતારી પદ પ્રશ્નકર્તા: નિરંતર ખ્યાલ રહેવો એટલે “ચંદુભાઈ કરે છે એવો મને નિરંતર ખ્યાલ રહેવો જોઈએ ને ? દાદાશ્રી : એ રહે નહીં તોય વાંધો નથી. “હું કંઈ જ કરતો નથી” એવું રહે તો બીજું કશું જોવાની મારે જરૂર નથી, એ કેવળદર્શન છે એ વસ્તુ. અમને એ જે નિરંતર રહ્યું'તુંને, તે જ તમને કહીએ છીએ અહીં આગળ. અમને આ નિરંતર, કાયમને માટે પહેલેથી રહેતું'તું જ્ઞાન થયા પછી. પ્રશ્નકર્તા: આપે કહ્યું ને કે હું નિરંતર ઉપયોગમાં રહું છું. ઉપયોગ એટલે કેવી રીતે શું? દાદાશ્રી : ઊંઘમાંય ઉપયોગ, એટલે છેવટે તો એટલું જ રહેવું