________________ 302 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) એટલે તો બહુ જ કેવળદર્શન આ હું કંઈ જ અદર્શનની આંટી તૂટતા, પામ્યા કેવળદર્શન પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને કયું સ્ટેજ હોય ? દાદાશ્રી : કેવળદર્શન થયેલું છે આ. “હું કંઈ જ કરતો નથી' એવો નિરંતર ખ્યાલ રહે છે એ કેવળદર્શન થયું છે, એને લાયક સમકિત કહે છે. આ તો બહુ ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે. હવે એને તમે જેટલું સાચવો એટલું તમારું. કેવળદર્શન એટલે લાયક સમકિત એ આપણા શાસ્ત્રોમાં ‘ના’ લખ્યું. આ કાળમાં થતું નથી, છતાં અહીં થઈ ગયું છે. ક્ષાયક સમકિત એટલે એ સમકિત ક્યારે પણ જાય નહીં, નિરંતર રહે. હવે શુદ્ધાત્માનું ધ્યાન તમને નિરંતર રહેશે. એટલે ‘વર્ત નિજસ્વભાવનું અનુભવ-લક્ષ-પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” પછી, “વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ.” પછી બીજું રહ્યું શું? કેવળજ્ઞાનનું પદ, કેવળ નિજસ્વભાવનું એટલે આત્મા જોયો. “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્ત જ્ઞાન.” કેવું? અખંડ. “કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” આ તમને અખંડ પ્રતીત રહે, અખંડ લક્ષ રહે, પણ જ્ઞાન વર્તે નહીં. એટલે કેવળદર્શન સુધી પહોંચી ગયા. પ્રશ્નકર્તા : ‘કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” દાદાશ્રી : નિરંતર આત્મરમણતા હોય, સહેજેય આ પુદ્ગલ રમણતા ઉત્પન્ન ના થાય, એ નિજસ્વભાવમાં કહેવાય. કેવળ નિજસ્વભાવમાં નિરંતર આત્મરમણતા. આ સંસાર રમણતા જ નહીં. અને પછી “અખંડ વર્ત જ્ઞાન” એને કેવળજ્ઞાન કહેવાય. તે જ્ઞાન અમને નિરંતર રહી શકે નહીં, થોડીક કચાશ રહે એટલે ચાર ડિગ્રી ઓછી કહીએ. એટલે તમને નિજસ્વભાવમાં અખંડ વર્તે નહીં. જ્ઞાન એટલે તમે ક્યા સ્ટેશન ઉપર ઊભા છો? બે સ્ટેશન મોટા; એક, કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે