________________ 300 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) આ લોકોને હમણે અહીં રહેતો હઉને, તો આજુબાજુવાળા કહેશે, આ વહેલા નીકળે એ બહુ ખોટું છે, તે પેલા કહેશે, વહેલા નીકળે છે તે સારું છે. તે આવું બધું, આ ડખો હોય જ, તમે એ ડખામાં ના પડતા. પ્રશ્નકર્તા તો પણ મારું એ જ કહેવું છેને કે જ્ઞાની ખરાબ કામ કરે જ નહીં ? દાદાશ્રી : એ કરે કે નહીં એ જોવાનું નથી. એટલે તમારા મનમાંથી ડર કાઢી નાખ્યો છે. એનાથી જગત ગભરાયેલું છે. પ્રશ્નકર્તા કે ફલાણો શું કહેશે, ફલાણો શું કહેશે ? દાદાશ્રી : હા, અરે ! શું કહેશે ? પરણેલો હોય, તે બધા લોક ના બોલે? બૈરી જોડે તો કાલે ફરવા ગયા'તા. એટલે જગત બધું અભિપ્રાયવાળું જ હોય. જ્ઞાનીને શું, ભગવાન મહાવીરને તો આવડી આવડી ગાળો દેતા'તા. પ્રશ્નકર્તા H હા, એ તો દરેક જમાનામાં જે કોઈ થાય એને તો ગાળો તો દેતા જ હોય છે. દાદાશ્રી : બસ, એટલે તમારા મનમાંથી ભય કાઢી નાખવા માટે એ વાક્ય “હું કંઈ જ કરતો નથી એ ખ્યાલકહેલું છે. પ્રશ્નકર્તા: આજે એ સમજ પડી કે અમારો ભય કાઢવા કહ્યું છે, નહીં તો અમે તો પેલી બાજુ લઈ જતા'તા. દાદાશ્રી: એટલે તમારા મનમાં થાય કે લોકો આમ કહે છે, તમને વગોવે છે, તો આપણે સાંભળવું કે વગોવે છે, પણ આપણે મહીં અંદર શું રહે છે કે “કંઈ પણ કરતો નથી” એવો મને ખ્યાલ રહે છે, તો એને મેલને પૂળો અહીંથી ! તેને મારે શું લેવાદેવા ? મારે કામનું નહીં. મારે તો, મારી જે પ્રતીતિ છે, એની ઉપર જ ચાલ્યા જવાનું. જગતને પોસાય અગર ન પણ પોસાય, એટલે એને ગમતું હોય કે ના ગમતું હોય, અને ગાળો દેતો હોય તોય તમને પેલો અંદર “આ