SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ (6.1) કેવળદર્શનની સમજ 291 સૂઝ પૂરી થયા પછી, હવે મોક્ષમાર્ગ દેખાડે પ્રજ્ઞા પ્રશ્નકર્તા સૂઝને પ્રજ્ઞા કહેવાય ? દાદાશ્રી : ના, પ્રજ્ઞા એ જ્ઞાન છે અને આ સૂઝ તો દર્શન. અને અજ્ઞા એ બુદ્ધિ કહેવાય. પ્રશ્નકર્તા : તો દાદા પાસે જે જ્ઞાન લે છે, અને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ? દાદાશ્રી: એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય. જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે, કેવળદર્શન રૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને ! પ્રશ્નકર્તા: પ્રજ્ઞા મદદ કરે પછી ? દાદાશ્રી : હા, બસ. પ્રશ્નકર્તા: આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એને હવે જે ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા આવે છે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો પૂરી થઈ ગઈ આપણી, ક્ષાયિક થઈ ગયું. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળદર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઈ જાય, પછી એનું કામ પૂરું થઈ ગયું. અમનેય જ્ઞાન થતા પહેલા સૂઝ પડતી'તી. સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય. આમ જ છે એવું લાગે, એનું નામ સૂઝ. એટલે અમને તો દેખાય. આગળ-પાછળનું, પાછળ શું થઈ રહ્યું છે તેય દેખાય. એટલે પેલો કહેશે, “હું પાછળ ઊભો છું. મેં હાથ ઊંચો કર્યો કે નહીં ? તે ના દેખાય. સ્થૂળ ના દેખાય, સૂક્ષ્મ દેખાય. જે સૂક્ષ્મ વિભાગ છે ને, એ બધું દેખાય. સમજને લીધે એ દેખાય. ચૂળ તો કેવળજ્ઞાન સંપૂર્ણ થાય ત્યારે બધું દેખાય.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy