________________ 284 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા: હા પણ પહેલું ને છેલ્લું હોય જ નહીં, બન્ને સાથે જ હોય. દાદાશ્રી: એ બધું તમારી દૃષ્ટિએ બરોબર છે. અમારી દૃષ્ટિ નથી આ. તમારું શાસ્ત્રમાં હોય એ બરોબર છે. હું તો મારી અનુભવની દૃષ્ટિથી કહું છું. અમારી દૃષ્ટિ આ પ્રમાણે છે. આપને ઠીક લાગે તો લેજો, ના ઠીક લાગે તો મારું પાછું આપજો. પ્રશ્નકર્તા: નહીં, એ તો જે લખ્યું છે શાસ્ત્રોમાં, એ વાત કરું છું, પોતાની વાત નથી કરતો. દાદાશ્રી : એવું છે ને, શાસ્ત્ર અને અનુભવ, બે જુદી વસ્તુ છે. કારણ કે આત્મા શબ્દમાં કોઈ દા'ડો ઉતરી શકે એમ છે જ નહીં. ચાર વેદ વાંચી રહે ને ત્યારે ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ. એટલે એ જ્ઞાની સિવાય કોઈ આત્મા જાણી શકે નહીં. એ અનુભવગમ્ય વસ્તુ છે. કેવળદર્શન અને કેવળજ્ઞાન એ અનુભવગમ્ય વસ્તુ કેવળદર્શન ક્યારે થાય ? સાચું સમકિત, સમ્યક્ દર્શન ક્યારે થાય? આખા જગતમાં ક્યાંય કોઈ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે. પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. અમને જગત દૃશ્ય છે, જોય નથી. કેવળજ્ઞાનથી જગત શેય થઈ જાય અને આ કેવળદર્શનથી દશ્ય થાય. ભગવાને ગણી કિંમત, દર્શનની પ્રશ્નકર્તા: આપે એવું કહ્યું હતું કે અમને સમજમાં આ જગત શું છે તે આવી ગયું પણ જાણપણામાં નથી આવ્યું. એ જાણપણું એટલે શું? દાદાશ્રી : વિગતવાર, ડિટેઈલ્સ. પ્રશ્નકર્તા : ડિટેઈલ્સથી નથી આવ્યું એવું કહો તો ચાલે ? દાદાશ્રી : હા, એવું કહે તો ચાલે.