SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (5.3) ત્રિકાળજ્ઞાન 277 વ્યવહારમાં કેટલાક માણસો જરા શુદ્ધ હૃદયના હોયને, તે બોલે તો એવું બધું થઈ જાય છે. એને ત્રિકાળજ્ઞાની કહે છે આપણા લોકો. કોઈ કહેશે, આ દાદા છે તે આમ કરે છે ને તેમ કરે છે. “મારા દાદા બોલ્યા એટલે બધું મારું ફળ્યું. એ ફળે એને. “હું ત્રિકાળજ્ઞાની છું નહીં એવું જાણતો હોઉં, પણ એ એવું જાણે કે દાદા ત્રિકાળજ્ઞાની છે. અત્યારે ત્રિકાળજ્ઞાની શબ્દ કાઢી નાખવા જેવો નથી, તેમ છતાં લોકો સમજે છે તે વાત સાચીયે નથી. શુદ્ધ અંતઃકરણ તે યશતામ કર્યું, ભાખે સાચું ભવિષ્ય પ્રશ્નકર્તા : કેટલાક ભવિષ્યનું ભાખે તે સાચું પડતું હોય છે ? દાદાશ્રી : કેટલુંક સાચું પડે તે એનું ચોખ્ખું અંતઃકરણ હોવાથી, અંતઃકરણની શુદ્ધિ હોય અને યશસ્વી હોય, તો તમારી વાત પૂછો કે તરત કહેશે કે ભઈ, પરમ દહાડે થઈ જશે. એટલે થઈ જાય તે કામ. તે ત્રિકાળજ્ઞાન નથી હોતું. પ્રશ્નકર્તા અંદાજથી કહે છે ? દાદાશ્રી : નહીં, અંદાજ નહીં, ચોખ્ખું અંતઃકરણ અને યશસ્વી. યશ મળવાનો એટલે એના કહ્યા પ્રમાણે થઈ જાય. એ જ્ઞાન તીર્થકરોનું નથી, એ જ્ઞાન જ્ઞાનીઓનું નથી. એ જ્ઞાન શુદ્ધ હૃદયવાળાનું છે, હૃદય શુદ્ધિવાળાનું છે. હવે હૃદય શુદ્ધિવાળાને ખબર પડે કે આમથી આમ થઈ જશે. પણ આ ઈન્દ્રિયજ્ઞાન અમુક હદ સુધીનું જ જ્ઞાન છે અને અતીન્દ્રિયજ્ઞાન એ અસીમ છે. તે અસીમ થાય છે ત્યારે કેવળજ્ઞાન થઈ જાય છે. તીર્થકરો પણ ત્રણેય કાળનું દેખે વર્તમાનમાં એવું છે ને, તીર્થકરોને આ જ્ઞાન હતું, ત્રિકાળજ્ઞાન. તીર્થકરોને કેવળજ્ઞાન હતું પણ ત્રિકાળજ્ઞાન શેને કહેતા હતા કે એ વર્તમાન જ જોઈ શકતા હતા. જ્ઞાનના આધારે જોઈ શકે, પણ આમ પોતે દર્શનથી ત્રણેય
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy