________________ (5.2) જાતિસ્મરણજ્ઞાન 269 દાદાશ્રી : એ તો એ પાછલા જ્ઞાનને લઈને એને લાભ થાય ખરો, વૈરાગ આવે. પરંતુ વૈરાગ પોતાના હાથમાં નથી ! પ્રશ્નકર્તા તો એ કોના હાથમાં છે? દાદાશ્રી : એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં છે. પ્રશ્નકર્તા: તો જ્ઞાનીના હાથમાં શું? દાદાશ્રી : જ્ઞાનીના હાથમાં ખરું. તે આ પુદ્ગલનું નહીં, પોતાનું ખરું. અને જાતિસ્મરણવાળાને કશું જ હાથમાં નહીં. વૈરાગ આવે પણ એ એવિડન્સ ધક્કો જ મારે અગિયારમા માઈલનો. એટલે જાતિસ્મરણ હેલ્પ નથી કરતું. જાતિસ્મરણની મોક્ષે જતા જરૂર નથી. પ્રશ્નકર્તા: કેમ ? દાદાશ્રી : જાતિસ્મરણ કામનુંય નથી. જાતિસ્મરણ તો બહુ ત્યારે વૈરાગ્ય આપે. પણ વૈરાગ્ય તો આપણે શીખવાડીએ ત્યારે ભૂલી જાય છે ને, ઘડીવારમાં. એ કામ લાગે નહીં. આત્મજ્ઞાન સિવાય કશું આ જગતમાં કામનું નથી. આ જે આત્મજ્ઞાન આપું છું, તેથી બધો ફેરફાર થઈ જાય છે. ના હિતકારી જાતિસ્મરણાત આ કાળમાં એટલે જાતિસ્મરણમાં ફાયદો કશોય નથી. જાતિસ્મરણ થાય એટલે વધારે ચિંતા થાય, વધારે ઉપાધિ થાય. આ તમને નાનપણનું, પૂર્વભવનું યાદ આવે તો વધારે ચિંતા થાય રોજ. પ્રશ્નકર્તા : પણ આ શરીર બદલાય છે એ શ્રદ્ધા તો ઉત્પન્ન થાયને? આત્મા નિત્ય છે, આ બદલાય છે એ શ્રદ્ધાનો ફાયદો થાયને ? દાદાશ્રી : થઈને પણ શું ફાયદો કાઢવાનો ? પ્રશ્નકર્તા: કેમ ? દાદાશ્રી : એમાં કશો ફાયદો નથી. ઊલટા ગયા અવતારના છોકરા જોઈએ એટલે તે લોકોને માંસાહાર કે દારૂ પીતા જોઈએ તો આપણને