________________ (5.2) જાતિસ્મરણજ્ઞાન 267 પણ જાતિસ્મરણજ્ઞાન ઘણાને થયેલું છે. તો એ મિથ્યાત્વીને પણ થાય અને સમકિતીને પણ થાય ? દાદાશ્રી : બધાને, મિથ્યાત્વીને પણ થાય. પ્રશ્નકર્તા પણ મિથ્યાત્વીને ક્રમે ક્રમે એનો બંધ પડી જાય, પાછો ભૂલી જાય, જ્યારે સમકિતીને એમને એમ સળંગ રહે. દાદાશ્રી : એ એનો લાભ ઊઠાવે, સમકિતી લાભ ઊઠાવે. મિથ્યાત્વી લાભ ના ઊઠાવે. સમકિતી ઉપદેશ લે એમાંથી, કે આવું ગયા અવતારમાં ભોગવ્યું અને આવું ને આનું આ થયું અને હવે આ રીતે રહીશ. તે રીત ફેરવે અને પેલો મિથ્યાત્વીને એવું કશું નહીં. જાતિસ્મરણ એ ગિફ્ટ કે પુરુષાર્થ ? પ્રશ્નકર્તા : આ અક્રમ જ્ઞાન પામ્યા પછી કોઈ દિવસ જાતિસ્મરણની શક્યતા ખરી ? દાદાશ્રી : ના, એ તો કોઈને થાય અને કોઈને ના થાય. પ્રશ્નકર્તા: જાતિસ્મરણ માટે એવો પ્રયોગ બતાવ્યો છે કે મેમરીને ધીરે ધીરે રિસીવ બેક કરતા કરતા.... દાદાશ્રી : એ એવું છે ને, એ પ્રયોગ છે કે જેને ગિફટ હોય તેને જ એ ફિટ થાય, બીજા દરેકને ફિટ ના થાય એ. આ ગિફટ હોય છે એક જાતની. પૂર્વભવના હિસાબ અને પુણ્યના હિસાબે એ ગિફટ હોય છે. આપણે તો આ એની મેળે જ થઈ ગયું. અને તે ભાંજગડ કશીય ? કશીય ભાંજગડ જ ના રહીને ! અને ઘડભાંજેય ના રહી. અગત્યતા “આત્મજ્ઞાત'ની, તા જાતિસ્મરણતી પ્રશ્નકર્તા H અત્યારે આ કાળમાં જાતિસ્મરણજ્ઞાન કેમ થતું નથી? પહેલા તો બહુ કૉમન હતું. ચોથા આરામાં, એ જમાનામાં દરેકને થઈ જતું. દાદાશ્રી : હા, પણ થતું'તું તેને શું કરવાનું? ના થાય એને કામનું