________________ 264 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) હોય અને છે તે કાળ (મૃત્યુ) થઈ ગયો હોય, તો એ મતિએ ઠેઠ ગયા અવતાર સુધીની પહોંચે. પ્રશ્નકર્તા H એની લિંક રહી જાય ? દાદાશ્રી : હા, એની લિંક, સ્મૃતિની લિંક પહોંચે. ગર્ભદુઃખથી આવરાય સ્મૃતિ પ્રશ્નકર્તા: જન્મે ત્યાર પછીના ચાર વર્ષ પછીની સ્મૃતિ એને યાદ રહે છે, પહેલાનું એને યાદ નથી રહેતુંને ? દાદાશ્રી : હા, હા, એ બરોબર છે. એ બધાને માટે કૉમન નથી. ચાર વર્ષ છે ને, તે સંપૂર્ણ બેભાન અવસ્થા, બિલકુલ બેભાનપણું. ફક્ત દુઃખ થાય તે એને સમજણ પડે, અગર તો ધાવવાનું સમજ પડે. બધું જો જો કર્યા કરે. એટલે ભાન નથી માટે આવું થાય છે. બધાને ના હોય સ્મૃતિ, ચાર વર્ષ પહેલા. પ્રશ્નકર્તા : એનું શું કારણ ? દાદાશ્રી : આવરણ બધા. એ ધીમે ધીમે છોકરાના આવરણ ઘટતા જાય તેમ તેમ બુદ્ધિ વધતી જાય. ચાર વર્ષના છોકરામાં બુદ્ધિ હોય ? બહુ જૂજ હોય. પ્રશ્નકર્તા H એ આવરણ ક્યાંથી આવે છે ? દાદાશ્રી : આવરણ એ જ અજ્ઞાનતા બધી. આ માતાના પેટમાં ગયાને, ત્યાં બહુ દુઃખ પડે છે. જેમ દુ:ખ પડે તેમ આવરણ વિશેષ આવે. ગયા અવતારમાં મરતી વખતે બહુ દુઃખ પડ્યું હોય અને ઓછું પડ્યું હોય તોય માતાના ગર્ભમાં આવે તો બહુ દુઃખ પડે છે. એટલે બધું આવરાઈ જાય પછી. ભગવાનનેય આવરાઈ જાય. ભગવાને જન્મ લીધો હોયને, એમનેય આવરાઈ જાય, પણ ઓછું આવરાઈ જાય. યાદગીરી રોકનારી બે વસ્તુ હોય; એક તો ગર્ભમાં દુઃખ અને મરણના દુઃખ, એ બે રોકે.