________________ (3) મતિજ્ઞાન 217 દાદાશ્રી : મતિ એ શ્રુતનું પરિણામ છે એટલે એક જ કહેવાય છે. તમે મારી પાસેથી સાંભળો તે મારું મતિજ્ઞાન ને તમારું શ્રુતજ્ઞાન ને તમે બીજાને કહો તો તમારું મતિ ને સાંભળનારનું શ્રત. એટલે શ્રુતજ્ઞાન સાંભળ્યું કે શ્રુતજ્ઞાન વાંચ્યું. બે રીતે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય, સાંભળવાથી અને વાંચવાથી. હવે એ શ્રુતજ્ઞાન તમને થયું એ જ્ઞાન તેમનું તેમ રહે નહીં. એમાંથી પછી પૃથક્કરણ થઈ અને મતિરૂપે સ્થિર થાય. એ જે શ્રુતજ્ઞાન છે તે મતિજ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય. શ્રુતજ્ઞાનનું ફળ મતિજ્ઞાન આવે અને મતિજ્ઞાનથી પછી આગળ પાછો શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે ને પાછું એ મતિજ્ઞાન થાય ને એ બીજાને સમજાવી શકે. શ્રુતજ્ઞાન પોતે પહેલું કરે ને પછી એનાથી મતિજ્ઞાન પરિણામ પામે. પછી એ બીજાને પણ સમજાવી શકે. પ્રશ્નકર્તા: સમજ અને સમજણમાં શું ફરક ? દાદાશ્રી : સમજ એ મતિજ્ઞાન છે અને સમજણ એ શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન એટલે તમે જે સમજ કહો એટલે બીજાને સમજણ પડે ત્યારે એ કહે કે “મને સમજણ પડી' તો એ સમજણ કહેવાય ને એ શ્રુતજ્ઞાન કહેવાય અને તમારું તે ઘડીએ મતિજ્ઞાન હોય. પ્રેરક બને સહુનું મતિજ્ઞાત પ્રશ્નકર્તા : આ જીવન કર્મને આધીન છે તો અત્યારે આ જીવન દરમ્યાન માણસ સારા કર્મનું બંધન કરે તેવી પ્રેરણા કોણ આપી શકે અથવા કઈ રીતે આવી શકે ? દાદાશ્રી : હવે સારા કર્મનું બંધન કરે એવી પ્રેરણા અંદર, જે તમે બહાર સાંભળેલું જ્ઞાન છે કે વાંચેલું જ્ઞાન, શ્રુતજ્ઞાન અને એ શ્રુતજ્ઞાન પરિણામ પામેલું હોવું જોઈએ. એ જ્ઞાન તમને પ્રેરણા આપે છે કે આમ ના કરશો. એટલે ધીમે ધીમે એ જ્ઞાન એને પોતાને બધી જ જાતનો ખ્યાલ આપે કે આ કરવા જેવું નથી. જેટલું જ્ઞાન હોય, એ જ્ઞાન એને હેલ્પ કરે. આપણે અહીંથી સ્ટેશને