________________ (2) શ્રુતજ્ઞાન 215 ભાષા પેલી પારિભાષિક આવે બધી. જેટલું ચડ્યા છે એટલું ચોખ્ખું હોય. પછી એ બીજું પારિભાષિક હોય. લોકો જાણે કે વાંચેલું બોલે છે આ. પ્રશ્નકર્તા: હવે દાદા, તમે પેલું કહો છો ને, કે જોઈને બોલું છું એ કેવું જ્ઞાન ? દાદાશ્રી : આ તો આખું વિજ્ઞાન જ છે, આ કોઈ પુસ્તકમાં છે નહીં. જ્ઞાન પુસ્તકમાં હોય નહીં. જોઈને બોલે એનું નામ જ્ઞાન. જ્ઞાનીકૃપાએ છૂટ્ય શ્રુત-મતિ, તે બન્યા પ્રજ્ઞાધારી જગતનો ઉદય સારો હોય ત્યારે “જ્ઞાની પુરુષ' પ્રગટ થઈ જાય અને એમની ‘દેશના” જ “શ્રુતજ્ઞાન” છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોના શાસ્ત્રો આખા આવી જાય ! શ્રુતજ્ઞાન તો એટલું બધું લાંબું છે કે આગળ વાંચે ને પાછળ ભૂલતો જાય. એટલે મેં તો તમને બધાં જ શાસ્ત્રો પાંચ જ વાક્યોમાં આપી દીધા છે. અમે તો સીધું જ તમને આત્મજ્ઞાન જ આપી દીધું છે. તમને તો સીધો જ્ઞાનાર્ક જ આપ્યો છે. પ્રશ્નકર્તા : મહાત્માઓને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન ખરું કે ? દાદાશ્રી : મહાત્માઓને આત્મજ્ઞાન આવી ગયું એટલે આ બધું આવી ગયું. સડસડાટ પછી ચડી ગયા, તમે કેવા ડાહ્યા થઈ ગયા ! એ જ મતિજ્ઞાન ! કોઈને સળી કરે નહીં, દુઃખ દે નહીં, ત્રાસ ના આપે, એ બધું શેના આધારે થયું ? મતિજ્ઞાન. તમને બધાને જ્ઞાન આપીએ એટલે પ્રજ્ઞાધારી કહેવાય. મતિજ્ઞાન ટૉપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય. જે ડિરેક્ટ અમારાથી મળે. બુદ્ધિનો આધાર તૂટીને પ્રજ્ઞાધારી થાય.