________________ 210 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) બુદ્ધિજન્ય એ કોને કહેવાય કે આખા જગતના શાસ્ત્રો જાણે, પણ આત્મા ના જાણ્યો ત્યાં સુધી બુદ્ધિજન્ય કહેવાય. અને એકલો આત્મા જાણ્યો હોય ને કશુંય શાસ્ત્ર ના જાણ્યા હોય, તોય એ જ્ઞાનજન્ય કહેવાય. હવે બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર શું ? અહંકારી જ્ઞાનને બુદ્ધિ' કહી અને નિરહંકારી જ્ઞાનને “જ્ઞાન” કહ્યું. એટલે અહંકારી જે જ્ઞાન છે એ બુદ્ધિમાં સમાવેશ પામે છે. એ સાધનના મોહે ઊભો સંસાર શાસ્ત્રોમાં જે શ્રુતજ્ઞાન છે એ નિર્મોહી બનાવવાની ચીજ છે, નિર્મોહી બનાવવાનું સાધન છે. પણ જો તે શાસ્ત્રમાં જ રમણતા થઈ તો એ મોહ છે. પ્રશ્નકર્તા H એટલે એમાં જ ડૂબી જાય તો એ મોહ બની જાય છે? દાદાશ્રી : હા, તો મોહ બની જાય. નહીં તો એ નિર્મોહી બનવાનું વન ઑફ ધી (એક) સાધન છે. એટલે એ સંપૂર્ણ સાધન નથી. સંપૂર્ણ સાધન તો જ્ઞાની પુરુષ છે. જે શ્રુતજ્ઞાનના શાસ્ત્રો વિકલ્પ કરાવે, તે તો જગતને ગૂંચવી મારે છે. જે ઊલટાનો સંસાર જ વધાર્યું જાય છે. ઊલટાના વિકલ્પોમાંથી અનંત નવા વિકલ્પો ઊભા કરે છે. શ્રુતજ્ઞાનાવરણમાં લાખ વખત પુસ્તક વાંચે પણ એનો સાર ના જડે, સમજાય નહીં ને જ્ઞાની પુરુષ એક વખત પુસ્તક ફેરવેને (વાચન) ઘડીમાં સાર આવી જાય, એ શ્રુતજ્ઞાનાવરણ ના હોવાથી. આ શ્રુતજ્ઞાનનો આવો અર્થ કરેને તો લોકોને સમજાય. આ તો રોજ પુસ્તકમાં શ્રુતજ્ઞાન વાંચે પણ શબ્દાર્થ સમજાતો નથી. પુસ્તક શું કહેવા માગે એ પુસ્તક બોલશે ? ના, એ તો કોઈ જ્ઞાની પુરુષ હોય તો બોલશે. અને આપણી આપ્તવાણી તો બોલશે ! અરે, ઊંઘમાંથીયે જગાડશે !