SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ (1) જ્ઞાન-અજ્ઞાન 203 કેવળજ્ઞાન. બીજા ત્રણ પાછા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એમ કરીને આઠ ગણ્યા. પણ મૂળ પાંચ જ કહેવાય અને પેલા ત્રણ ભેગા કરે તો આઠ થાય. એટલે આઠ પ્રકારના જ્ઞાન. એ તો એના જેટલા ભાગ પાડવા હોય એટલા પડે પછી. એક રૂપિયાનું પરચૂરણ લેવું હોય તો અડધા તરીકે બે આવે, પાવલી તરીકે ચાર આવે, આના તરીકે સોળ આવે. એટલે આ બધા ભાગ પાડેલા. આમાં કંઈ પડવું નહીં, આ બાબતમાં. આ બધી પરચૂરણ બાબત કહેવાય. બાકી જ્ઞાનમાં ભાગ બે જ; એક અજ્ઞાન ને એક જ્ઞાન. ભગવાને આઠ પ્રકારના કહ્યા. તે આઠમાંથી આ પાંચ છે તે જ્ઞાનમાં આવે એ પાંચ મોક્ષે જવાના જ્ઞાન. પૂછતો પૂછતો જાય તો મોક્ષે જાય. અને પેલા ત્રણ અજ્ઞાનમાં આવે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણને અજ્ઞાન કહેવાય છે, પણ છે તો જ્ઞાન. અજ્ઞાત એ પણ જ્ઞાત, પણ પરપ્રકાશક પ્રશ્નકર્તા : જ્ઞાનના ભેદમાં ત્રણ અજ્ઞાન કેમ મૂક્યા છે ? દાદાશ્રી: હા, પણ એ તો જ્ઞાન જ છે અને એ અજ્ઞાન તો અમુક અપેક્ષાએ છે. બાકી એ જ્ઞાન જ છે, ને એ પોતાનું અજવાળું જ છે ને? પ્રશ્નકર્તા : પણ અજ્ઞાન શબ્દ વાપરે છે એ લોકો. દાદાશ્રી : અજ્ઞાન તો, પોતાના સ્વરૂપનું ભાન, જ્ઞાન કરાવનારું નથી માટે. આ જ્ઞાન એવું છે કે પોતાના સ્વરૂપને જાણનારું નથી. બીજું બાહ્ય દેખાડનારું છે, પણ જ્ઞાન જ કહેવાય છે. એ અપેક્ષાએ અજ્ઞાન કહેલું છે. બાકી અજ્ઞાન હોય જ નહીંને ! પ્રકાશને અજ્ઞાન કહેવાય નહીં. પ્રકાશ એટલે પ્રકાશ. અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કંઈ બીજી વસ્તુ નથી. એવું કંઈ અંધારું નથી. એય પ્રકાશ છે પણ એ પર વસ્તુ બતાવનારો પ્રકાશ છે, વિશેષ પ્રકાશ, વિશેષ અજવાળું. બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે. અને જ્ઞાન પોતાને પ્રકાશ કરે ને પારકાંનેય પ્રકાશ કરે, બન્નેયને
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy