SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 186 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) આત્માનો સ્વભાવ નિરંતર સ્થિર જ છે. એ ચંચળ થાય ખરો ? પ્રશ્નકર્તા : પ્રકૃતિ ચંચળ થાય છે. દાદાશ્રી : હા, એ આત્મા ચંચળ નથી થયો. એ જે આત્મા છે એ અચળ છે અને આ વ્યવહાર આત્મા એ સચર છે. હવે સચર એ મિકેનિકલ આત્મા છે. અહીંથી મોઢેથી ખાવાનું નાખો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. એ આત્મા મિકેનિકલ કહેવાય, એ પ્રકૃતિ કહેવાય. બધાય ધર્મના પુસ્તકો આત્માનું જ્ઞાન જાણવા લખાયા, પણ પ્રકૃતિ જાણ તો આત્માને જાણીશ. જો તેલ ને પાણી ભેગું થઈ ગયું હોય તો પાણીને પાણી જાણ ને છૂટું પાડ એટલે તેલને તું જાણીશ. માટે હવે અમે કહીએ છીએ કે પ્રકૃતિ જ્ઞાનને જાણો. ચંચળ ભાગ જે છે તે બધા જ પ્રકૃતિ છે. તેને તું જાણ. ચંચળમાં શું શું આવ્યું? પાંચ ઈન્દ્રિયો; આંખ ના જોવું હોય તોય જોઈ જાય, નાક વાંદરાની ખાડી આવે તે ના સુંઘવું હોય તોય સુંઘી જાય. દેહ ચંચળ તે કેવી રીતે ? સામેથી મોટર ભટકાવા આવે તો ફટ દઈને બાજુએ ખસી જાય. ત્યારે મને કશું જ ના કરે. મન ચંચળ, ચિત્ત ચંચળ, તે અહીં બેઠા હોય ને સ્ટેશને જતું રહે. બુદ્ધિ પણ ચંચળ, સ્ત્રી સ્વાતી હોય ત્યારે ના જોવું એમ કહે, તે બુદ્ધિ દેખાડી દે. અને જો કોઈ એમ કહે કે “ચંદુભાઈ આવો તો એકદમ છાતી કાઢે એ અહંકારની ચંચળતા. દયા, માન, અહંકાર, શોક, હર્ષ, સુખ-દુઃખ, આ બધા કંઠ ગુણો એ બધા જ પ્રકૃતિના જ ગુણો છે. એ પ્રાકૃત ધર્મ છે. પ્રકૃતિ એટલે ચંચળ વિભાગ, રિલેટિવ વિભાગ છે અને આત્મા, પુરુષ એ અચંચળ છે, રિયલ છે. જો પુરુષને જાણો તો આત્મજ્ઞાન થાય ત્યારે પરમાત્મા થવાય. અચેતન ચંચળ, એની પેલે પાર ચેતન અચંચળ પ્રશ્નકર્તા: ચંચળ એટલે શું ? એનો વિશેષ ફોડ આપો, દાદા. દાદાશ્રી: આ જે ચંચળ થાય છે એ તો મિકેનિકલ આત્મા છે બધો. મિકેનિકલ ચંચળ સ્વભાવનું છે, નિરંતર ચંચળ. સચર એટલે ચંચળ. તે
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy