________________ (8) ચળ-અચળ-સચરાચર 183 વગર છૂટકો જ નહીંને ! અને વિચર એટલે મિકેનિકલ વધારે થયો. સચર એટલે જીવ. આ જેને તું તારી જાત માનું છું એ તારો મિકેનિકલ પાર્ટ છે અને આત્મા જુદો છે, અચળ છે. જન્મ-મરણ સચરતે, અજ્ઞાત આવરણે તમે “હું ચંદુ છું” માનો છો ને, એ મિકેનિકલ ચેતન છે. આ સાચું ચેતન નથી. મિકેનિકલ ચેતન કેવું હોય ? સચર હોય. સચર એટલે આખો દહાડો ડખલ ડબલ ડખલ. સૂઈ ગયા હોય ને, તોય શ્વાસ ચાલ્યા જ કરે. મહીં બધું ચાલ્યા જ કરતું હોય આપણું. આખો દહાડો સચર જ, જ્યારે જુઓ ત્યારે નાડી ચાલુ હોય અને નાડી બંધ થઈ એટલે કહે, સચર ગયા. જન્મ થયો ત્યારથી તે મરતા સુધીનો સચર અને મહીં જે ચેતન છે તે અચળ છે. પ્રશ્નકર્તા: મૃત્યુ એટલે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર એ અંતઃકરણ નીકળી જાય એ ? દાદાશ્રી : સચર. પંચેન્દ્રિયો ને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધુંય અહીં જ ખલાસ થઈ જાય છે અને કારણ શરીર સાથે આત્મા પોતાની બધી વંશાવલિ લઈને જાય. કારણ કે આત્મા ક્રોધ-માન-માયા-લોભના આવરણથી દબાયેલો છે, કારણ સ્વરૂપે આવરણ હોય છે. જ્યારે આવરણ મુક્ત થાય ત્યારે સચરાચર જગતમાં વ્યાપ્ત થઈ જાય. (આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય.) જ્યાં સુધી આવરણમાં છે ત્યાં સુધી આવરણ સાથે જ જવાનું. પ્રશ્નકર્તા : આત્મા નીકળી જાય એટલે આ બધું બંધ થઈ જાય ? દાદાશ્રી : આ આત્માની હાજરી ના હોય તો બધું બંધ. આત્માને લઈને આ બધું છે, તે જ પરમાત્મા છે. એટલે સચળથી આ બધું ચાલી રહ્યું છે અને અચળ તો મહીં છે જ ભગવાન. ભગવાન આમાં ફસાયા છે. એટલે વાત સમજે તો નિવેડો આવે, નહીં તો નિવેડો કોઈ કામકાજમાં ના આવે.