________________ (7) મડદું 173 મડદું' ત જીવતું, તે દષ્ટિએ જગત નિર્દોષ કૃપાળુદેવે કહ્યું કે મરીને જીવ, તે આ મરીને જીવવા જેવું આ. પછી પ્યાલા ફૂટે તો, મરેલો માણસ જીવે તે પછી એને પ્યાલા જોડે શું લેવાદેવા ? એટલે કૃપાળુદેવે એ કહ્યું, એ તો વિકલ્પી કહ્યું કે ભઈ, તું મરી જા ને પછી જીવ. એ તો લોકોએ એનો પણ વિકલ્પ કરી જોયો પણ વિકલ્પ કામ લાગતો નથી. આ તો એક્કેક્ટ છે, પછી આ વાંધો શો છે? પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ આગળ જીવતા જ મરી જવું. દાદાશ્રી : જીવતા મરવાનું. જીવતા મરી ગયા હોય તો ફરી મરવું ના પડે અને મરીને જીવે એટલે પછી પ્યાલા પડે તો, મરીને જીવેલાને પ્યાલા સાથે વાંધો નથી. જીવતાને પ્યાલાનો વાંધો છે. પ્રશ્નકર્તા : આપણી ભાષામાં તો એવું થયું કે મરેલો ભાગ ભલે જીવતો દેખાય પણ એ મરેલો જ છે. દાદાશ્રી : મરેલો જ છે. આ તો લોક મરેલા પુદ્ગલ ઉપર સ્ટ્રોંગ (કડક) થાય, એ પુદ્ગલ જીવતું નથી. એ જીવતું હોય તો ઠીક છે, પણ મરેલાની પર શું સ્ટ્રોંગ થવું ? મરેલાના શા અપમાન કરવા ? જગતને જીવતું લાગે છે, ભગવાનને જીવતું ના લાગે. જીવતું ના હોય તેને ગાળો ભાંડીએ એનો શો અર્થ ? આપણું બગડેને ? કોનું બગડે? કચકચ કરનારનું બગડે. જગતને કેવું લાગે છે ? એ જ છે, આ જ છે, એ સિવાય બીજું કોણ કરનાર છે અને ભગવાનને કેવું લાગ્યું'તું જગત ? પ્રશ્નકર્તા : નિર્દોષ. દાદાશ્રી : નિર્દોષ શાથી લાગ્યું ? આ જીવતું નથી તેથી. લોક તો નથી જીવતું તેને જીવતું કહે છે. પેલો ચાવીવાળો રમકડાંનો સાપ કરડી ખાય ખરો ? કેમ ના કેડે, આમ દોડતો આવે તો ? ના કેડે ચાવીવાળો સાપ ?