________________ 168 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : હા. પણ કેમ થાય ? આ સંસારમાં વ્યવહારમાં જે છે ને, ગુરુ-શિષ્ય પાસે બેસે છે તે બેઉ મરેલા છે. આ વ્યવહાર બધો મરેલો જ ચાલે છે. પ્રશ્નકર્તા : બધું કરેલું છે ? દાદાશ્રી : આખો વ્યવહાર જ મરેલો ચાલે છે ને પાછો કહે છે કે “મેં કર્યું એટલે ભ્રાંતિ. અલ્યા મૂઆ, મરેલો છું તું શું કરવાનો હતો તે ? જે કંઈ કરે છેને, એ બધા મડદાં છે અને એની જાતે એ માને છે કે હું જીવતો છું એટલું જ. અને હું મરી ગયો’ એવુંય કલ્પના છે ને “હું જીવતો છું તેય કલ્પના છે. અને પાછો “જીવતો છું” એવું એકલું બોલે નહીં, હું તો વેવાઈ થઉં આમનો” કહેશે. ઓહોહો ! મોટો વેવાઈ ! સંડાસ જવાની શક્તિ નથી. સંડાસ જવાની શક્તિ હશે કોઈને ? એટલે કોક ગાળ દે તો આપણે કહીએ કે આણે મને દીધી. તે મૂઆ મકાન પરથી પથ્થર પડે છે અને લોહી નીકળે છે તો કંઈ ગુસ્સો નથી થતો અને અહીં કહેશે કે આણે મને માર્યું. પ્રશ્નકર્તા: પેલા બીજામાં ચેતન હતું એટલે “એણે માર્યું એવું કહે છે. દાદાશ્રી : હા.. એ મારે છે તેય ચેતન નથી અને જે દાન આપે છે તેય ચેતન નથી. કોઈ પણ ક્રિયામાં ચેતન છે નહીં. પ્રશ્નકર્તા : ક્રિયા કરનારમાંય ચેતન નહીં ને પથ્થર ફેકનારમાંય ચેતન નથીને ? દાદાશ્રી : ના, એમાંય ચેતન નથી. જે કરાવડાવે છે એમાંય ચેતન નથી. નિશ્ચેતન ચેતતતે કહી દીધું મડદું પ્રશ્નકર્તા : માણસ મરી જાય અને જીવે એની વચ્ચે કોઈ ચેતન તો ખરું જને ? નહીં તો એ બેમાં ફરક શું પડે ?