________________ [7] મડદું શુદ્ધાત્મા સિવાયનું શેષ બધું મડદું આ શુદ્ધાત્મા જુદો પડ્યો પછી રહ્યું શું બાકી ? હવે શેષમાં શું વધ્યું આપણે ? પ્રશ્નકર્તા : કંઈ રહ્યું નહીં. દાદાશ્રી: આ ખાય છે, પીવે છે, લોકોને ગાળો ભાંડે છે, વઢે છે, ગુસ્સો કરે છે, એ બધું કોણ કરે છે પણ ? પ્રશ્નકર્તા H ગુનેગારીઓ, પાછલી બનેગારી. દાદાશ્રી : હા, ગનેગારી પણ જીવતું કે મડદું ? પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા. દાદાશ્રી : હા, પણ જીવતો કે મડદું ? પ્રશ્નકર્તા H જીવતું ! દાદાશ્રી : ના, આ તદન મડદું છે. આ મડદું રહ્યું પછી. આ જ્ઞાન મળ્યા પછી શેષ શું વધી ? ત્યારે કહે, મડદું. મડદું એટલે શું ? કે જેને ચેતન જોડે બિલકુલ વ્યવહાર રહ્યો નથી, એવું એ મડદું. મડદું રહ્યું હવે. તે ચાર્જ કરેલું મડદું કૂદે, હસે, વાતું કરે, મારમારેય કરે, રીસ ચઢાવે, મોઢું ચઢાવે, ચિઢાય, બૂમો પાડે, રડે, ઉપાધિ કરે, લોકોને