________________ (6) મિકેનિકલ આત્મા 161 ને, ચેતન દેખાય છે ? ત્યારે કહે છે, ના. આ અજીવ જ કામ કરી રહ્યું છે, એને સજીવ માને છે એ જ ભ્રાંતિ. ક્રમિક માર્ગમાં આત્મા અને અહંકાર બેઉ સાથે રહી શકે છે અને અક્રમમાં બે સાથે રહી શકે નહીં. એટલે જ્યારે જ્ઞાન થાય ત્યારે સજીવ અહંકાર જાય. ફક્ત સંસાર વ્યવહાર ચલાવવા પૂરતો, અજીવ અહંકાર રહે. જીવતું દેખાય નહીં અને દેખાય એ જીવતું નહીં પ્રશ્નકર્તા: દાદા, એટલે જે જીવ દેખાય છે, જે જીવતું દેખાય છે એ જીવતું નથી ? દાદાશ્રી : એ જીવતું નથી. પ્રશ્નકર્તા અને જે દેખાતું નથી તે જીવે છે ? દાદાશ્રી: હા, દેખાતું નથી એ જીવે છે. જે અદેશ્ય છે, તે જ આત્મા છે. આ દશ્યમાં તો આત્મા છે જ નહીં કોઈ જગ્યાએ. એટલે મૂળ ચેતન નહીં, શુદ્ધ ચેતન નહીં, આ નિશ્ચેતન (મિકેનિકલ) ચેતન છે. પ્રશ્નકર્તા H આ શરીરના અંગો કાપીને જુદું કરે તેમાં જીવ હોય? દાદાશ્રી : એ જીવતા ના કહેવાય. જીવ એને ગણાતો જ નથી. આમાંથી આમ કાઢીને જુદું કરીએ, એટલે જીવ રહેતો જ નથી એટલા ભાગમાં. આ આંગળી કાપી અને બહાર જુદી કરી કે તરત એમાં જીવ ના હોય. અહીંથી હૃદય કાઢ્યું બહાર, એમાં જીવ ના હોય. હૃદય ચાલ્યા કરે ખરું. પ્રશ્નકર્તા : એ ચાલે શાનાથી ? દાદાશ્રી : એ મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આ બૉડી જ મિકેનિકલ છે આખું. પ્રશ્નકર્તા: કાપીને બીજે બેસાડ્યું ને ત્યાં ખાઈ-પીવે બધી ક્રિયાઓ કરે તે બધું મિકેનિકલ એમ ? દાદાશ્રી : બધું મિકેનિકલ, આ દરઅસલ આત્મા નથી.