________________ 156 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) તો બધા જ રડત, છોકરો મરી જાત તો. પણ આ તો કેટલાક રડે, કેટલાક ના રડે. કેટલાક વળી, જ્ઞાની હોય તે તો હપુચા કશું આને ગણતરીમાં જ ના લે. એટલે એ ખાલી માન્યતા જ છે, રોંગ બિલીફ જ છે ખાલી. બીજું કશું છે જ નહીં. તેથી મેં કહ્યું ને કે “તમે શું છો ?" ત્યારે કહે, “આ છે.” એ રોંગ બિલીફ છે. વાત બહુ ઝીણી આ તો. આ કંઈ સાદી વાત નહીં. શાસ્ત્રમાં લખેલી ના હોય આવી વાત. આ તો સાયન્સ છે ને ! વીતરાગતે ન પડી જરૂર, જ્ઞાતીએ પાડ્યો પ્રથમ ફોડ આ “નિશ્ચેતન ચેતન'નો તો વર્લ્ડમાં અમે જ પહેલવહેલો ફોડ પાડ્યો છે. આજ સુધી કોઈએ આ ફોડ પાડ્યો જ નથી, કારણ કે વીતરાગોને તેની જરૂર નહોતી. કારણ તે ઊંધે રસ્તે જતા જ નહોતા. તેઓ તો મૂળ ચેતનની બહાર નહોતા જતા. એટલે તેમને “નિશ્ચેતન ચેતન” શબ્દ વાપરવો પડ્યો નહોતો. પણ અત્યારે તો “નિચેતન ચેતનને જ “ચેતન” માનીને વિશ્રામ લેવા બેઠા છે ! તે મૂઆ ! તને મૂળ ચેતનની ક્યાંથી ખબર પડવાની છે? વીતરાગોના સમયમાં ઊંધી સમજ જ નહોતી. અત્યારે તો ઊંધી સમજ છે એટલે નિચેતન ચેતન” શબ્દ વાપરીને અમારે ખુલાસો કરવો પડ્યો છે !