________________ ૧૫ર આપ્તવાણી-૧૪ (ભાગ-૩) એ ઈન્ડિરેક્ટ પ્રકાશ. એ ઉત્પન્ન થાય એટલે આ બધું ગતિમાન થઈ જાય. હવે ઈન્ડિરેક્ટ પ્રકાશથી આ ગતિમાન છે, આત્માથી ગતિમાન નથી આ. જ્યારે જગત શું માની બેઠું છે કે આત્માથી ગતિમાન છે. પ્રશ્નકર્તા : ઈન્ડિરેક્ટ પ્રકાશથી જ ગતિમાન છે, સીધા પ્રકાશથી નહીં ? દાદાશ્રી : તો તો આત્મા જવાબદાર બનત. રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) જ એને માથે જાત. હવે આ લોકો એવું જાણે છે કે આ રિસ્પોન્સિબિલિટી જ આત્માની થઈ. કારણ કે એ એમ જ જાણે છે કે આનાથી જ આ છે. પ્રશ્નકર્તા: હા, એ માને છે બધા. દાદાશ્રી: આવી એટલી બધી ભૂલો થઈ છે કે આ કયે ગામ પહોંચે તે જ ઠેકાણું જ નથી હોતું. ઈફેક્ટિવ ચેતન એ નિશ્ચતત ચેતત પ્રશ્નકર્તા: અમે તો એવું માનતા હતા કે ચેતન પ્રેરણાને કારણ જ પુદ્ગલ પ્રવર્તમાન છે ને ? દાદાશ્રી : આ પુદ્ગલની પ્રવર્તના બધી છે એ બધું જ નિચેતન ચેતન છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિને કર્તૃત્વ શક્તિ કોણ આપે છે ? અંતે તો એ જડમાંથી જ થયેલી છે ને ? દાદાશ્રી : ના, આ પ્રકૃતિ એ તદન જડ નથી, એ નિચેતન ચેતન છે અને નિશ્ચેતન ચેતન એ કંઈ અચેતન નથી. પ્રશ્નકર્તા H એને નિરંતર બદલાતી કહી શકાય ? દાદાશ્રી : એ તો બદલાયા કરે છે પણ આ પ્રકૃતિ એ નિશ્ચેતન ચેતન છે.