________________ (4) મિશ્ર ચેતન 133 દાદાશ્રી : એ પુદ્ગલનો ભાવ છે. આત્મા જોડે અભેદ થવાનો પુદ્ગલનો ભાવ છે. પ્રશ્નકર્તા પુદ્ગલમાં કયું પુદ્ગલ ? દાદાશ્રી : જે મિશ્ર ચેતન છે તે. જે અહંકાર છે ને, ત્યાં સુધી અભેદ થવાની વાત કરે છે. અહંકાર મૂળ જગ્યાએ સમાઈ જવાની વાત કરે છે. પ્રશ્નકર્તા H ને અર્પણતા કહી તે શું ? અર્પણ કરનારું કોણ ? દાદાશ્રી : આનું આ જ પુદ્ગલ, એ જ સમાઈ જવા માંગે છે. એક જ વસ્તુ સમજી લેવાની છે કે (મિશ્ર) ચેતન, (મૂળ) ચેતનમાં ભળી જવા માંગે છે ને (વિભાવિક) પુદ્ગલ પુદ્ગલમાં (જડ તત્ત્વમાં) ભળી જવા માગે છે. મિશ્ર ચેતન એ પેરેન્ટ, નિશ્ચતત ચેતતતું પ્રશ્નકર્તા: મિશ્ર ચેતન અને નિચેતન ચેતનમાં ભેદ પાડ્યો છે ને? દાદાશ્રી : આ તો ચેતનના આપણે ત્રણ ભેદ પાડ્યા. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન ને નિચેતન ચેતન ! શા માટે કે એક્કેક્ટલી શું છે એ સમજવા માટે. ના સમજે તો ઉકેલ જ ના આવને ! આ નિશ્ચેતન ચેતન એ ઈફેક્ટિવ વસ્તુ છે. આ ચેતનના (વિભાવિક) ભાવ, “હું છું, એ મેં કર્યું એ ભાવ અને એને લીધે પરમાણુ ખેંચાયા, એનું થયું મિલ્ચર એટલે નિશ્ચેતન ચેતન થયું. ચેતન નથી, ચેતનના ગુણધર્મ નથી છતાં ચેતનના જેવા લક્ષણ દેખાય. લોકને એમ જ લાગે, તેથી જ એમ કહે છે ને આ જીવતા જ છે. ના, નથી જીવતા કોઈ, આ તો પૂતળા સરકાર જ ખાલી. જો જીવતા હોતને તો તો ક્રોધમાન-માયા-લોભ રાખત જ નહીંને, બધા કાઢી નાખે. જે ના ફાવે એ કાઢી નાખે, પણ ના ! મરતા સુધી એવો ને એવો. પ્રશ્નકર્તા: પણ ખરેખર ‘મિશ્ર ચેતન” અને “નિશ્ચેતન ચેતન', એ બેમાં શું ફરક છે ?