________________ 130 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) જ વપરાઈ રહ્યું છે, ને ચેતન વપરાય તો જ આ બધું હલાય, ચલાય, ખવાય, પીવાય, બોલાય, વાતચીત થાય. અમે શું કરીએ છીએ, આમાં કશું ચેતન જ નહીં વપરાયું, એક પરસેન્ટેય ચેતન વપરાયું નથી. પ્રશ્નકર્તા H એટલે ચેતન કોન્સ્ટન્ટ (હંમેશાં) એમને એમ જ રહે છે ને એની હાજરીથી જ ચાલે છે પેલું ? દાદાશ્રી : હાજરીથી જ ચાલ્યા કરે છે, નહીં તો કામ જ થાય નહીં. પ્રશ્નકર્તા: આ એક મોટી વાત છે. દાદાશ્રી મોટામાં મોટી વાત. એની હાજરી હોય તો જ એ ચાલે, નહીં તો ચાલે નહીં. એમાં પેલું ચેતન કશું કરતું નથી. એની હાજરી જ, બસ, બીજું કશું નથી. વિભાવિક પૂગલ એ મિશ્ર ચેતન અને બધા એવું જાણે છે ને કે પુદ્ગલ એ જડ છે. પણ કર્યું પુદ્ગલ? સ્વભાવિક પુદ્ગલ. અને આ દેખાતું પુદ્ગલ એટલે શું કે એ તદન જડ નથી, એ મિશ્ર ચેતન છે. આ વિભાવિક પુદ્ગલ કહેવાય છે. વિભાવિક એટલે વિશેષ ભાવે પરિણામ પામેલું પુદ્ગલ, એ બધું કરાવડાવે છે. જે શુદ્ધ પુદ્ગલ છે, એ પુદ્ગલ આવું તેવું ના કરાવડાવે. આ પુદ્ગલ તો મિશ્ર ચેતન થયેલું છે. આત્માનો વિશેષભાવ અને આનો (જડનો) વિશેષભાવ બે ભેગા થઈને ત્રીજું રૂપ થયું-પ્રકૃતિ સ્વરૂપ થયું. પ્રકૃતિ પુદ્ગલ છે. પ્રકૃતિ ચેતનભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે. ચેતત - મિશ્ર ચેતન - જડ, સહુનું કાર્યક્ષેત્ર જુદું પ્રશ્નકર્તા H અમે તો એવું જાણતા હતા કે પુદ્ગલ અચેત છે. દાદાશ્રી : પુદ્ગલ અચેત છે જ નહીં, મિશ્ર ચેતન છે. જેમ ચાવી આપ્યા પછી એ જે ચાલે છે તે બાબાની મોટર, એમ ચૈતન્ય પૂર્યું ચાવી આપતી વખતે. તે આ મિશ્ર ચૈતન્ય છે. પ્રશ્નકર્તા એટલે દેહ એકલું જડ નથી ?