________________
૧૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : એ પરમાણુ ને પાવર બધું ભેગું થઈને કર્મ કહેવાય અને આત્મા સેપરેટ (જુદો) પડી ગયો.
પ્રશ્નકર્તા : એટલે હવે પાવર ખલાસ થઈ જાય, એટલે પછી પરમાણુ?
દાદાશ્રી : પાવર ખલાસ થાય એટલે પરમાણુ છૂટા થઈ જાય, બસ.
પ્રશ્નકર્તા: જે પ્યૉર પરમાણુઓ છે વિશ્રસા અને પેલા ચાર્જ થયેલા મિશ્રસા પરમાણુ, એમાં ફેર તો ખરો જ ને ?
દાદાશ્રી : બીજું કશું ફરક જ નથી. ફેર એટલો જ કે પાવર વપરાઈ ગયેલા પેલા સેલ અને પાવર ના વપરાયેલા સેલ. ફક્ત પેલામાંથી પાવર વપરાઈ ગયો અને પેલો પાવર વપરાયો નથી.
પ્રશ્નકર્તા ઃ એટલી જ વાતમાંથી તો આખું ઊભું થઈ ગયુંને, દાદાજી ?
દાદાશ્રી : હા, પણ એટલી વાતમાંથી થયુંને પણ ! પ્રશ્નકર્તા નહીં તો તો બધાં પ્યૉર (શુદ્ધ) દ્રવ્ય છે.
દાદાશ્રી : પ્યૉર જ છે ને ! પાવર ચેતનને લઈને, પાવરને લઈને અટક્યું છે બધું.
પ્રશ્નકર્તા : દાદા, તમારો તો પાવર ખલાસ થઈ ગયો ને ?
દાદાશ્રી : ના. મારો પાવર ખલાસ એટલે શું? મારો મૂળ (ચાર્જ) પાવર ખલાસ થઈ ગયો, પણ આ બેટરીઓનો પાવર ખલાસ નથી થયો હજુ.
પ્રશ્નકર્તા: અમારોય મૂળ પાવર ખલાસ થયો છે ને ?
દાદાશ્રી : મૂળ પાવર તો મેં કહ્યુંને, તમે શુદ્ધાત્મા, તે તમારે હજુ શુદ્ધાત્મામાં એક બાજુ છે અને એક બાજુ, બીજામાંય તમારું છે હજુ સુધી. એટલે તમારી જાગૃતિ એમાંય જતી રહે છે. મારી જાગૃતિ ના જતી રહે.