________________
૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
છે કે ચેતન આવું જ હોય. ભાવ, સંકલ્પ-વિકલ્પ કર્યા વગર રહે જ નહીં.
ભાવકર્મ એટલે તો વ્યવહાર આત્માનો સંકલ્પ કર્યો, વિકલ્પ કર્યો કહેવાય. ચેતનની સ્કૂરણા થઈ એમાં, એટલે પેલામાં પાવર પેઠો, પુગલમાં. પુદ્ગલ પાવરવાળું થયું. હવે જ્ઞાન લીધા પછી એ ભરાય નહીં ને જૂની બેટરી છે તે ડિસ્ચાર્જ થયા કરે.
પોતે જ્ઞાતમાં જોયો “મૂળને થયા ચંભિત પ્રશ્નકર્તા ઃ આપ અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતોને ?
દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી ચંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલા રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી.
પ્રશ્નકર્તા: તો જ્ઞાન પણ એને (વ્યવહાર આત્માને) જ થાય છે ?
દાદાશ્રી : ભાન થાય છે, જ્ઞાન નથી થતું. એ ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને.
પ્રશ્નકર્તા: એટલે એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે એવું? દાદાશ્રી : થઈ રહ્યું, ભાન થયું એટલે ખલાસ થઈ ગયું. પ્રશ્નકર્તા એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય ?
દાદાશ્રી : પછી જેટલા માઈલ ઊંધો ચાલ્યો એટલા માઈલ પાછો આવે એટલે થઈ ગયો કમ્પ્લીટ, એકદમ.
પ્રશ્નકર્તા એને કહ્યુંને ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં, દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું?
દાદાશ્રી : એ ભાન તો દર્શનથી આગળની (પછીની) વસ્તુ છે.