________________
(૨) વ્યવહાર આત્મા
६७
એટલે આ બધું મડદું જ છે. એમાં પેલા મૂળ પ્રકાશની જરૂર નથી પડતી. મૂળ પ્રકાશ ફક્ત અહંકારને જરૂર છે.
સંસારમાં જ કોઈ ક્યિા ચેતનની પ્રશ્નકર્તા: જેમ ભરત ચક્રવર્તી લડાઈ લડ્યા હતા, તોય તેઓ એ ભવે જ મોક્ષે ગયા ! એ એવી રીતે ?
દાદાશ્રી : એ છે તે ચેતનમાં રહેતા હતા, વ્યવહાર આત્મામાં એ રહેતા ન હતા. એ ક્યાં રહે છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : લડાઈમાં કાપે તોય ચેતનમાં રહેતા હતા ?
દાદાશ્રી હા, તોય એ પોતે ચેતનમાં રહેતા હતા. આ બધા ચેતનમાં રહીને જ બધું કરે છે ને આ બધા પૂતળા મારમાર કરે છે. પોતે તેમાં રહેતા નથી.
પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાતા-દ્રષ્ટા ક્યાં રહ્યું?
દાદાશ્રી : કેમ ? આ લડાઈમાં આત્મા હોતો જ નથી, ચેતન હોતું જ નથી. આ સંસારમાંય ચેતન બિલકુલ છે નહિ. પણ આ ભગવાને શા માટે કહ્યું કે હિંસા ના કરશો ? કારણ કે આખું જગત પોતે આનું માલિક થઈ બેઠું છે. લોકોએ (અજ્ઞાન દશામાં) આને માનેલું કે “હું આ છું. તે માન્યતાનું ચેતન છે, સાચું ચેતન નથી. એવી માન્યતા છે એમની કે હું છું,’ એટલે પાપ લાગે. ખરી રીતે આત્મા લડતો નથી ને મારતોય નથી ને કપાતોય નથી. એટલે લડાઈઓ લડે તોય એમની દૃષ્ટિ ત્યાં આગળ ભગવાનમાં જ હોય.
ઉપચાર-અતુપચાર ન રહ્યું અમે પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રનું વાક્ય છે કે “અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે.” એ સમજાવો.
દાદાશ્રી : આપણે ઉપચરિત-અનુપચરિત કશું રહ્યું જ નહીંને ! એ