________________
(૨) વ્યવહાર આત્મા
૫૫.
પ્રશ્નકર્તા ઃ એટલે નિશ્ચય આત્માનો આમાં દોષ થયો ગણાય ?
દાદાશ્રી : ના, પોતાનો દોષ ક્યારે કહેવાય કે પોતે સંપૂર્ણ દોષિત હોય તો જ દોષ કહેવાય. નૈમિત્તિક દોષને દોષ કહેવાય નહીં. મારા ધક્કાથી જ તમને ધક્કો વાગ્યો ને તેથી પેલાને વાગ્યો, તેથી પેલા ભાઇ તમને ગુનેગાર ગણે છે. તેવી રીતે આત્મા પોતે આ ભાવનો કર્તા નથી, પણ આ નૈમિત્તિક ધક્કાઓને લઈને, “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને લઇને થાય છે.
પ્રશ્નકર્તા: એટલે નિશ્ચય આત્મા ભાવનોય કર્તા નહીં ?
દાદાશ્રી : એ ભાવનોય કર્તા નથી. ભાવનો કર્તા સ્વરૂપની અજ્ઞાનતા.
પ્રશ્નકર્તા : ભાવો ક્યારે થાય ? દાદાશ્રી : સ્વરૂપની અજ્ઞાનતા હોય ત્યારે ભાવ ને અભાવ થાય. પ્રશ્નકર્તા: જ્ઞાન હોય તો ભાવ હોય ?
દાદાશ્રી : જ્ઞાન હોય તો ભાવ જ ના હોય. જ્ઞાન હોય ત્યાં સ્વભાવ ભાવ હોય અને જ્યાં જ્ઞાન નથી ત્યાં ભાવ હોય. મિથ્યાત્વ છે ત્યાં ભાવ કે અભાવ છે; સમકિત હોય ત્યાં તે નથી.
પ્રશ્નકર્તા: ભાવનો ઉદ્ભવ થવો એ પ્રેરણા કહેવાય ? દાદાશ્રી : ના, એ આત્માનો ગુણ નથી. એ તમારી અજ્ઞાનતાથી
થયું છે.
પ્રશ્નકર્તા ઃ અજ્ઞાનતા ક્યારે થાય ? જ્ઞાનની હાજરીમાં જ ને ?
દાદાશ્રી : હા. જ્ઞાન છે તો અજ્ઞાન હોય. જેમ પેલો માણસ દારૂ પીધેલો હોય, તે નગીનદાસ શેઠ હોય તો બોલે કે “સયાજીરાવ ગાયકવાડ છું. ત્યારથી આપણે ના સમજીએ કે આને દારૂનો અમલ છે? તેમ આ અજ્ઞાનનો અમલ છે.