________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
બિલકુલ કાયદેસર છે પઝલ. છતાં લોકોને લાગે જ છે ને, ઊંધું થઈ રહ્યું છે ! ઊંધું નથી થઈ રહ્યું, છતું જ થઈ રહ્યું છે.
આ મારી શોધખોળ છે. અમે જાતે જોઈને કહીએ છીએ. એ શાસ્ત્રમાં લખ્યું નથી. શાસ્ત્રોમાં તો આને (પ્રતિષ્ઠિત આત્માને) સુધારવાનું કહ્યું છે. “સુધાર સુધાર કરો” એવું કહ્યું છે. એટલે કંઈ પદ્ધતિ તો હોવી જોઈએ ને? સુધારવાની પદ્ધતિ હોય છે ને ? શાસ્ત્રમાં પદ્ધતિ બતાડવામાં આવી છે એ લોકોનાં લક્ષમાં નથી, બહુ સૂક્ષ્મ રીતે બતાવવામાં આવી છે. પણ એ તો શબ્દથી બતાવવામાં આવી હોય ને ? એટલે શું કે શબ્દથી બતાવવામાં આવ્યું કે મુંબઈ જાવ તો મુંબઈમાં આવું છે. ત્યાં આગળ જુહુનો કિનારો આમ છે, તેમ છે પણ શબ્દથી. તેમાં તમને શું લાભ થયો ? એટલે શાસ્ત્રો શું બતાવે ? શબ્દોથી બતાવે. એ અનુભવથી ના હોય ને ? શાસ્ત્રમાં અનુભવથી ઊતરે નહીંને ! એટલે જ્ઞાની પુરુષ'ની હાજરી સિવાય કશું આનો ફોડ પડે નહીં.