________________
(૧.૨) જગતનું અધિષ્ઠાન
૧૯
પ્રતિષ્ઠિત આત્મા, વ્યવસ્થિતતે તાબે પ્રશ્નકર્તા ઃ વ્યવસ્થિત શક્તિ, પ્રતિષ્ઠિત આત્મા અને (મૂળ) આત્મા એમની વચ્ચે સંબંધ શું છે ?
દાદાશ્રી : મૂળ આત્માને તો કશો સંબંધ કોઈની સાથે નથી. પણ આ પ્રતિષ્ઠિત આત્માને ચંદુની પ્રકૃતિની જોડે સંબંધ છે અને વ્યવસ્થિતના પ્રમાણે જ પ્રતિષ્ઠિત આત્માને ચાલવું પડે છે.
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્માને વ્યવસ્થિત પ્રમાણે જ ચાલવું પડે
દાદાશ્રી : હા, અને મૂળ આત્માને સંબંધ નથી, મૂળ આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત પ્રમાણે પ્રતિષ્ઠિત આત્મા કાર્ય કરતો હોય તો તે વખતે મૂળ આત્માની હાજરી તો ખરી ?
દાદાશ્રી હાજરી એટલે જુએ-જાણે, બીજું કશું એને માથાકૂટ નહીં, એને લેવાદેવા નહીં. (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા છે તે વ્યવસ્થિતના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે, વ્યવસ્થિતને તાબે છે એ.
જગત ચલાવવા માટે આત્માને કશું જ કરવું પડતું નથી. આ બધા (ચાર્જ) “પ્રતિષ્ઠિત આત્માઓના જે પરિણામો છે તે મોટા કોમ્યુટર'માં જાય છે. પછી બીજા બધા “એવિડન્સો ભેગા થઈને તે કોમ્યુટરની મારફત બહાર પડે છે, તે રૂપકમાં આવે છે. એને “વ્યવસ્થિત શક્તિ કહીએ છીએ, ઓન્સિ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !
પ્રશ્નકર્તા: ચેતન એમાં દાખલ થાય તો ને? તન્મયાકાર થાય તો ને?
દાદાશ્રી : ના, ચેતનને દાખલ કરવાની, આત્માને દાખલ કરવાની જરૂર નથી. મૂળ આત્માને દાખલ થવાનું નહીં. (એની હાજરી છે જ) પ્રતિષ્ઠિત આત્મા (ચાર્જ) જે છે, એ પાવર આત્મા કહેવાય છે. તેની ડખલ છે આ બધી.