SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 35 ભ્રમણ કર્યા પછી પંચેન્દ્રિયમાં અને એમાં પણ મનુષ્યભવ પામે. એ પછી પાપ કરીને એ જીવ પુનઃ નિગોદમાં પણ જાય. તમને થશે કે અનંતા ભવ કરીને મનુષ્યજન્મ પામી પછી પાછા નિગોદમાં કેમ જાય? પરંતુ જેવાં પાપકર્મ કર્યા હોય એ પ્રમાણે નિગાદમાં જવું પડે. નરક સારી કે નિદ? નરક તે સાત છે પણ નિગદ એક જ. નરક કરતાં અનંતગણું વેદના નિગોદમાં છે. પણ એમાંથી એ જીવને પાછા નીકળવાને કઈ ચાન્સ ખરો? જીવને ફરવાનું જ ગમે છે. સંસ્કાર જ એવા છે. રવિવાર છે. એટલે ફરવા જવાનું ને? ચૌદસ હોય તેય પ્રતિક્રમણ પડતું મૂકીને ફરવા જવાનું ને? જે મહારાજ પાસે ગયા તો, ઘરમાં જ ઝઘડે. ઘરવાળી કહે, આખે દિવસ મહારાજ પાસે જવાનું હોય તે પરણવાની જરૂર શી હતી? તમારી ઈચ્છા હોય કે ન હોય પણ ફરવા જવા અને પિકચર જોવા માટે તે હાથ જોડીને હા પાડવી જ પડે! નિગોદમાં અવ્યવહારરાશિયા અને બીજા વ્યવહારરાશિયા જીવ છે. હવે એ બેમાંથી યે જીવ નિગોદની બહાર નીકળે? દર છમહિને એક આત્મા તે મેક્ષે જવાનું જ છે. એટલે છ મહિને એક જીવને નિગોદમાંથી બહાર નીકળવાની તક મળે ખરી. પણ તે તક અવ્યવહારરાશિવાળા જીવને જ મળે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy